ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MS Swaminathan: ‘રાઈસ મેન’ને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર, તેમના કાર્યોને દેશ નહીં ક્યારેય ભૂલે!

MS Swaminathan: ભારત સરકારે શુક્રવારે 3 દિગ્ગજ ભારતીયોને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. ભારત સરકારે ભારતની પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને વૈજ્ઞાનિક એમએસ સ્વાણીનાથનને ભારત રત્ન આપવાનું એલાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ પોતાના...
11:01 PM Feb 09, 2024 IST | VIMAL PRAJAPATI
'Rice Man' MS Swaminathan

MS Swaminathan: ભારત સરકારે શુક્રવારે 3 દિગ્ગજ ભારતીયોને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. ભારત સરકારે ભારતની પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને વૈજ્ઞાનિક એમએસ સ્વાણીનાથનને ભારત રત્ન આપવાનું એલાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગે જાણકારી આપી હતી. શું તમને ખબર છે કેમ, એમએસ સ્વાણીનાથનને રાઈસ મેન કહેવામાં આવે છે? તો ચાલો એમએસ સ્વાણીનાથન વિશે, તેમના કાર્યો વિશે જાણીએ...

સમગ્ર જીવન કૃષિ ઉદ્યોગને માટે ખર્ચી નાખ્યું

એમએસ સ્વામીનાથન ભારતીય કૃષિ વૈજ્ઞાનિક હતા. તેમનો જન્મ 7 ઓગસ્ટ 1925ના રોજ તમિલનાડુના કુંભકોણમાં થયો હતો. કૃષિ વિજ્ઞાન ક્ષેત્રમાં તેમણે ખુબ જ સરાહનિય કામરીગી કરી હતી. તેમણે કરેલા કાર્યના કારણે ભારત ખાદ્યા ઉત્પાદનમાં આત્મનિર્ભર બની શક્યો છે. સ્વામીનાથન મહાત્મા ગાંધીની માન્યતાઓ અને ભારતના સ્વાતંત્રતા સંગ્રામથી ખુબ જ પ્રભાવિત હતા. સ્વામીનાથનના જીવનમાં 1942-43ના બંગાળ અકાળનો સમય ટર્નિંગ પોઈન્ટ આવ્યો હતો. આના પછી તેમણે પોતાનું સમગ્ર જીવન કૃષિ ઉદ્યોગને વધારવા માટે ખર્ચી નાખ્યું હતું.

હરિયાળી ક્રાંતિના પિતા છે એમએસ સ્વામીનાથન

હરિત ક્રાંતિના જનક તરીકે એમએસ સ્વામીનાથનનું નામ આવે છે, તેઓ હરિયાળી ક્રાંતિના પિતા કહેવાય છે.એમએસ સ્વાણીનાથનને ભારતમાં ઘઉં અને ચોખાની ઉત્તમ જાતો માટે અને ભારતની ખેતીને વિકસિત કરવામાં મહત્વનો ફાળો આપ્યો અને સફળતા માટે ‘ભારતમાં હરિયાળા ક્રાંતિના પિતા’ કરીકે ઓખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ઘઉંની ઉત્તમ જાતો વિકસિત કરવા માટે સ્વામીનાથને ક્રાંતિ લાવી હતી.

એમએસ સ્વામીનાથને દેશને અનાજમાં આત્મનિર્ભર

એમએસ સ્વામીનાથને 1949 માં બટાટા, ઘઉં, ચોખા અને જ્યુટ પર સંશોધન કાર્ય કરીને તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે, આઝાદી પછી, દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી અને ભારતને વિદેશથી આયાત કરવામાં આવતા ગરીબ ગુણવત્તાના અનાજ પર નિર્ભર રહેવું પડતું હતું. એમએસ સ્વામીનાથન દ્વારા વિકસિત ડાંગર અને ઘઉંની ઉચ્ચ જાતોને કારણે દેશ ભૂખમરો ટાળવામાં સક્ષમ હતો. એમએસ સ્વામીનાથને 1960 અને 70ના દાયકા દરમિયાન સી સુબ્રમણ્યમ અને જગજીવન રામ સહિતના કૃષિ મંત્રીઓ સાથે 'હરિયાળી ક્રાંતિ'ની સફળતા અને દેશને અનાજમાં આત્મનિર્ભર બનાવવા માટે કામ કર્યું હતું.

સ્વામીનાથનને મળેલા પુરસ્કારોની વાત કરવામાં આવે તો તેમને 1987માં પ્રથમ વિશ્વ ખાદ્ય પુરસ્કાર, 1967માં પદ્મ શ્રી, 1972માં ભૂષણ અને 1989માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવેલ છે. આ સાથે 1971માં રેમન મૈગ્સેસે પુરસ્કાર, 1986માં આલ્બર્ટ આઈન્સ્ટીન વિશ્વ વિજ્ઞાન પુરસ્કાર સહિત અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પણ મળેલા છે.

પ્રધાનમંત્રીએ કર્યા સ્વામીનાથનના વખાણ

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, ‘તે ખૂબ જ આનંદની વાત છે કે ભારત સરકાર ડૉ. એમ.એસ. સ્વામીનાથનજીને કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં આપણા રાષ્ટ્ર માટેના તેમના અમૂલ્ય યોગદાનને માન આપીને ભારત રત્ન એનાયત કરી રહી છે. તેમણે ભારતને આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પડકારજનક સમયમાં કૃષિમાં આત્મનિર્ભરતા અને ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે ઉત્કૃષ્ટ પ્રયાસો કર્યા. અમે એક સંશોધક અને માર્ગદર્શક તરીકેના તેમના અમૂલ્ય કાર્યને પણ ઓળખીએ છીએ અને ઘણા વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહિત કરીએ છીએ. ડૉ. સ્વામીનાથનના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વએ માત્ર ભારતીય કૃષિમાં જ પરિવર્તન કર્યું નથી પરંતુ દેશની ખાદ્ય સુરક્ષા અને સમૃદ્ધિ પણ સુનિશ્ચિત કરી છે. તે એવી વ્યક્તિ હતી જેને હું નજીકથી જાણતો હતો અને હું હંમેશા તેની આંતરદૃષ્ટિ અને ઇનપુટ્સની કદર કરતો હતો.’

મનકોમ્બુ સંબાસિવન સ્વામીનાથનનું 2023માં નિધન થયું હતું

ઉલ્લેખનીય છે કે, ભારતમાં હરિયાળા ક્રાંતિના પિતા અને મહાન કૃષિ વૈજ્ઞાનિક એવા મનકોમ્બુ સંબાસિવન સ્વામીનાથનનું 2023માં જ નિધન થયું હતું. અત્યારે ભારત સરકારે તેમને મરણોત્તર ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભારતને કૃષિ ક્ષેત્રમાં વિકસિત કરવા માટે અને ખાદ્યની અનેક ઉત્તમ જાતો આપવા માટે દેશ સદાય આભારી રહેવાનો છે. તેમણે ભારત માટે કરેલા કાર્ય ભારત ક્યારેય ભૂવી શકવાનો નથીં. આથીં ભારત સરકારે સર્વોચ્ચ સન્માન કરીને તેમના કાર્યને યોગ્ય ન્યાય આપ્યો છે.

આ પણ વાંચો: સંસદની કેન્ટીનમાં પ્રધાનમંત્રીએ સાંસદોને કરાવ્યું બપોરનું ભોજન, જુઓ તસવીરો

Tags :
Bharat RatnaBharat Ratna All DeatailsBharat Ratna in 2024Bharat Ratna listdr. ms swaminathandr. ms swaminathan bharat ratnaMS Swaminathanms swaminathan passes
Next Article