Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MP Election 2023 : છીંદવાડામાં જાહેર સભા સંબોધી કોંગ્રેસને લીધી આડેહાથ

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપે તમામ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર પુરજોશમાં શરૂ કર્યો છે. હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ મધ્યપ્રદેશના પ્રવાસે છે. આજે તેઓ જબલપુરમાં પહોંચ્યા હતા જ્યાં બીજેપી નેતાઓએ તેમનું સ્વાગત કર્યુ હતું. અમિતશાહ...
08:46 PM Oct 28, 2023 IST | Hiren Dave

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપે તમામ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર પુરજોશમાં શરૂ કર્યો છે. હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ મધ્યપ્રદેશના પ્રવાસે છે. આજે તેઓ જબલપુરમાં પહોંચ્યા હતા જ્યાં બીજેપી નેતાઓએ તેમનું સ્વાગત કર્યુ હતું. અમિતશાહ જબલપુરમાં રાજા શંકર શાહ અને રઘુનાથ શાહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા.

 

 

ત્યારબાદ છીંદવાડામાં સભા સંબોધન કરતા જણાવ્યું કે કોંગ્રેસ ક્યારેય કંઈપણ સકારાત્મક જોતી નથી, આ ભાઈ અને બહેન એટલે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દેશભરમાં ફરતા રહે છે અને પૂછતા રહે છે, શું થયું ? સારી બાબતો તેઓ સમજી શકશે નહીં. કારણ કે તેમના મૂળ ભારતથી નહી પરંતુ ઇટલીથી જોડાયેલા છે.

 

PM મોદીના હસ્તે રામલલ્લાની સ્થાપના થશે

અમિત શાહે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ રામ મંદિર નિર્માણને અટકાવવાનું અને અવરોધો ઉભા કરવાનું કામ કરતી હતી. 2019માં દેશની જનતાએ બહુમત આપીને પીએમ મોદીને બીજીવાર પીએમ બનાવ્યા. અને પીએમ મોદીએ ચૂપચાપ જઇને ભૂમિપૂજન કર્યુ અને હવે 22 જાન્યુઆરીએ રામ મંદિરનો શિલાન્યાસ થવા જઇ રહ્યો છે. પીએમ મોદીના હસ્તે રામલલ્લાની સ્થાપના થશે ત્યારે આખો દેશ દિવાળી  ઉજવણી  કરવામાં  આવશે .

 

 

આ  પણ  વાંચો -BJP REEL : ‘ રામ લલ્લા, હમ આયેંગે, મંદિર વહી બનાયેંગે..લેકિન તારીખ નહીં બનાયેગેં ‘

 

 

Tags :
Amit ShahMp election 2023Priyanka Gandhirahul-gandhi
Next Article