Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MP Dogs Control: લો બોલો.... 7 IAS અધિકારીઓને કુતરા પકડવાની નોબત આવી!

MP Dogs Control: હાલમાં દેશના ખૂણે-ખૂણે રખડતા પશુ-પ્રાણીઓનો ત્રાસ વધી રહ્યો છે. તો કેટલીક વાર અનેક લોકો ઉપર આ પશુ-પ્રાણીઓ જીવલેણ હુમલા કરતા હોય છે. તેના કારણે અનેક વખત લોકોનો જીવ જોખમમાં મૂકાય છે. તે ઉપરાંત નાના બાળકો પણ આ...
mp dogs control  લો બોલો     7 ias અધિકારીઓને કુતરા પકડવાની નોબત આવી

MP Dogs Control: હાલમાં દેશના ખૂણે-ખૂણે રખડતા પશુ-પ્રાણીઓનો ત્રાસ વધી રહ્યો છે. તો કેટલીક વાર અનેક લોકો ઉપર આ પશુ-પ્રાણીઓ જીવલેણ હુમલા કરતા હોય છે. તેના કારણે અનેક વખત લોકોનો જીવ જોખમમાં મૂકાય છે. તે ઉપરાંત નાના બાળકો પણ આ ઘટનાનો શિકાર બનતા હોય છે. તો રખડતા Dogs ને કાબૂમાં મેળવવા માટે Madhya Pradesh ના રાજ્ય સરકારે નવતર મુહિમ હાથ ધરી છે.

Advertisement

  • રણનીતિને દરેક જિલ્લા સ્તરે પોલીસ વિભાગને સોંપાશે

  • અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે

  • Dogs ની નસબંધી કરવાનો દાવો કરવામાં આવ્યો

ત્યારે Madhya Pradesh માં Dogs કરવાડાની ઘટનામાં વધારો થતા, Madhya Pradesh ની સરકારે 7 IAS અધિકારીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. તો આ 7 IAS અધિકારીઓ Dogs કરડવાની ઘટનાને નિયંત્રિત કરવા માટે અનોખી રણનીતિનું નિર્માણ કરશે. તો 7 IAS અધિકારીઓ આ રણનીતિને દરેક જિલ્લા સ્તરે પોલીસ વિભાગને સોંપશે. તો જિલ્લા સ્તરે આવેલી પશુ જન્મ નિયંત્રણ વિભાગ પશુઓ સાથે જોડાયેલી સમસ્યાનો ઘટનાસ્થળની મુલાકાત કરીને ઉકેલ લાવશે.

અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે

જોકે Madhya Pradesh માં Dogs કરવાડીની ઘટના સતત વધતી હોવાથી. આવી ઘટનાઓને રોકવા માટે શહેરી વહીવટ વિભાગના અગ્ર સચિવ નીરજ મંડલોઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. તેમાં પશુપાલન વિભાગના અગ્ર સચિવ ગુલશન બમરા, આરોગ્ય વિભાગના કમિશનર તરુણ પિથોડે, પંચાયત અને ગ્રામીણ વિકાસ કમિશનર મનોજ પુષ્પ, શહેરી વહીવટ વિભાગના કમિશનર ભરત યાદવ અને ભોપાલ-ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરનો સમાવેશ થાય છે.

Advertisement

Dogs ની નસબંધી કરવાનો દાવો કરવામાં આવ્યો

તો Madhya Pradesh ની રાજધાની ભોપાલમાં 2023 માં Dogs કરડવાના કુલ 13 હજાર 346 દાખલાઓ સામે આવ્યા હતાં. જ્યારે Madhya Pradesh માં કુલ 5 લાખ Dogs કરડવાના દાખલા સામે આવ્યા હતાં. તો રખડતા Dogs ની સંખ્યામાં ઘટાડો કરવા માટે રાજ્યમાં મોટાભાગના Dogs ની નસબંધી કરવાનો દાવો કરવામાં આવ્યો છે. Madhya Pradesh ની અંદર છેલ્લા 5 વર્ષની અંદર આશરે 2.5 લાખ Dogs ની નસબંધી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Uttarakhand Rains:પિથોરાગઢમાં ભારે વરસાદને કારણે બ્રિજ ધરાશાયી, 70 પરિવારોનો સંપર્ક વિહોણા

Tags :
Advertisement

.