MP Cabinet : આ 28 નેતાઓને મંત્રીમંડળમાં મળ્યું સ્થાન, જાણો સંપૂર્ણ યાદી
મધ્યપ્રદેશમાં આજે એટલે કે સોમવારે નવી ડૉ. મોહન યાદવ (Dr. Mohan Yadav) સરકારના કેબિનેટનું વિસ્તરણ થયું છે. નવા સીએમ યાદવે રવિવારે જ બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડા (J.P. Nadda) સાથે મુલાકાત કર્યા પછી કેબિનેટ વિસ્તારની વાત કહી હતી. દરમિયાન, આજે રાજ્યપાલે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને મંત્રી પદના શપથ લેવડાવ્યા છે.
માહિતી મુજબ, મંત્રીમંડળની લિસ્ટમાં મંત્રી તરીકે કૈલાશ વિજયવર્ગીય, પ્રહલાદ પટેલ, વિજય શાહ, રાકેશ સિંહ, રાવ ઉદય પ્રતાપ સિંહ, કરણ સિંહ વર્મા સહિત 18 ધારાસભ્યો સામેલ છે. આ સાથે જ 6 નેતાઓને રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને 4 ને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે કૃષ્ણા ગૌર, ધર્મેન્દ્ર લોધી, દિલીપ જયસ્વાલ, ગૌતમ ટેટવાલ, લખન પટેલ અને નારાયણ સિંહ પવારના નામ સામેલ છે. જ્યારે રાધા સિંહ, પ્રતિમા બાગરી, દિલીપ અહિરવાર અને નરેન્દ્ર શિવાજી પટેલ એ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
Madhya Pradesh Cabinet expansion: A total of 28 BJP leaders took oath as ministers. 18 leaders including Pradhuman Singh Tomar, Prahlad Singh Patel, Kailash Vijayvargiya and Vishwas Sarang took oath as cabinet ministers. 6 leaders took oath as Ministers of State (Independent… pic.twitter.com/mneF8nFMwG
— ANI (@ANI) December 25, 2023
આ 18 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા
જ્યારે મંત્રી પદની લિસ્ટમાં જે 18 ધારાસભ્યો સામેલ છે તેમાં, કૈલાશ વિજયવર્ગીય, પ્રહલાદ પટેલ, વિજય શાહ, રાકેશ સિંહ, રાવ ઉદય પ્રતાપ સિંહ, કરણ સિંહ વર્મા, સંપતિયા ઉઇકે, તુલસીરામ સિલાવટ, એંદલ સિંહ કંસાના, નિર્મલા ભૂરિયા, વિશ્વાસ સારંગ, ગોવિંદ સિંહ રાજપૂત, નાગર સિંહ ચૌહાણ, પ્રદ્યુમન સિંહ તોમર, નારાયણ સિંહ કુશવાહ, ચૈતન્ય કાશ્યપ, ઇન્દર સિંહ પરમાર અને રાકેશ શુક્લા છે. માહિતી મુજબ, રાજ્યપાલે સૌથી પહેલા કૈલાશ વિજયવર્ગીય, વિજય શાહ, પ્રહલાદ સિંહ પટેલ, કરણ સિંહ વર્મા, રાકેશ સિંહ અને રાવ ઉદય પ્રતાપ સિંહને પદના શપથ લેવડાવ્યા હતા.
શપથગ્રહણ કાર્યક્રમ પહેલા CM યાદવની દિલ્હી મુલાકાત
જણાવી દઈએ કે, મધ્યપ્રદેશમાં નવી સરકારના મંત્રીમંડળના વિસ્તાર પહેલા નવા સીએમ મોહન યાદવ દિલ્હીની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને બીજેપીના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ સોમવાર સવારે મુખ્યમંત્રી યાદવે રાજ્યપાલ મંગૂભાઈ પટેલને મળીને શપથ લેનારા ધારાસભ્યોની યાદી સોંપી હતી. દરમિયાન સીએમ મોહન યાદવે મીડિયા સાથે વાતચીત કરતા પુષ્ટિ કરી હતી કે શપથ ગ્રહણ સોમવારે થશે. મોહન યાદવે કહ્યું હતું કે, નવું મંત્રીમંડળ પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના નેતૃત્વ અને અન્ય વરિષ્ઠ નેતાઓના માર્ગદર્શન હેઠળ પ્રદેશના વિકાસ માટે કામ કરશે. જણાવી દઈએ કે, શપથગ્રહણ કાર્યક્રમ પહેલા સીએમ યાદવ ભોપાલ પહોંચ્યા હતા અને અહીં તેમણે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચો - AMRIT BHARAT TRAIN : વંદે ભારત ટ્રેન બાદ હવે ભારતને મળશે અમૃત ભારત ટ્રેનની ભેટ, જાણો શું હશે આ ટ્રેનની ખાસિયતો