Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MP Cabinet : દિલ્હીમાં મહામંથન બાદ હવે આ દિવસે થશે કેબિનેટનો વિસ્તાર, CM યાદવે આપી માહિતી

મધ્યપ્રદેશની ડૉ. મોહન યાદવ સરકારના મંત્રિમંડળનો વિસ્તાર ક્યારે થશે? આ સવાલ વારંવાર પૂછવામાં આવી રહ્યો છે. ત્યારે હવે તેનો જવાબ મળી ગયો છે. માહિતી અનુસાર, આવતીકાલે એટલે કે સોમવારે, 25 ડિસેમ્બર, 2023 ના રોજ મોહન યાદવ મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવશે....
mp cabinet   દિલ્હીમાં મહામંથન બાદ હવે આ દિવસે થશે કેબિનેટનો વિસ્તાર  cm યાદવે આપી માહિતી

મધ્યપ્રદેશની ડૉ. મોહન યાદવ સરકારના મંત્રિમંડળનો વિસ્તાર ક્યારે થશે? આ સવાલ વારંવાર પૂછવામાં આવી રહ્યો છે. ત્યારે હવે તેનો જવાબ મળી ગયો છે. માહિતી અનુસાર, આવતીકાલે એટલે કે સોમવારે, 25 ડિસેમ્બર, 2023 ના રોજ મોહન યાદવ મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવશે.

Advertisement

મુખ્યમંત્રી મોહન યાદવે રાજ્યપાલ મંગૂભાઈ પટેલથી સમય માગ્યો છે. કેન્દ્રીય નેતાઓ સાથે મુખ્યમંત્રીની બેઠક બાદ કેબિનેટના નામોને આખરી મંજૂરી આપવામાં આવી છે. સીએમ મોહન યાદવે મીડિયા સાથે વાતચીત કરતા પુષ્ટિ કરી છે કે શપથ ગ્રહણ સોમવારે થશે. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે મીડિયાને જણાવ્યું કે, "આવતીકાલે બપોરે 3:30 વાગ્યે મધ્યપ્રદેશ કેબિનેટનું વિસ્તરણ થશે. તેમણે કહ્યું કે, PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી ચીફ જે.પી. નડ્ડાના નેતૃત્વમાં, અમે ફરીથી ડબલ એન્જિન સરકાર તરીકે કામ કરીશું."

Advertisement

દિલ્હીમાં BJP હાઇ કમાન્ડ સાથે મુખ્યમંત્રી યાદવની બેઠક

માહિતી અનુસાર, સોમવારે બપોરે રાજભવનમાં કેટલાક ધારાસભ્યો મંત્રી પદની શપથ ગ્રહણ કરશે. મુખ્યમંત્રી યાદવ સોમવારે સવારે રાજ્યપાલને મળીને શપથ લેનારા ધારાસભ્યોની યાદી સોંપશે. જો કે, આ પહેલા શનિવારે મુખ્યમંત્રી યાદવ બે દિવસીય પ્રવાસ હેઠળ દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેમણે કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને બીજેપીના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, વરિષ્ઠ નેતાઓ સાથેની બેઠક દરમિયાન મુખ્યમંત્રી યાદવે કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા કરી હશે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી યાદવે ભાજપ હાઈકમાન્ડ સાથે મળીને મંત્રીઓના નામ પર મંથન કર્યું. ચર્ચા બાદ કેબિનેટમાં કયા ચહેરાઓને સામેલ કરવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - WFI: નવી સંસ્થાની માન્યતા રદ થતા બ્રિજભૂષણે કહ્યું – મેં કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી છે અને હવે મારું ધ્યાન..!

Tags :
Advertisement

.