Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rojgar Mela 2023 : 50 હજારથી વધુ લોકોને સરકારી નોકરીઓ માટે ઑફર લેટર્સ આપવામાં આવ્યા : PM MODi

PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત કર્મચારીઓને 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે રોજગાર મેળો યુવાનોને 'વિકસિત ભારત'ના ઘડવૈયા બનવાનો માર્ગ મોકળો કરે છે. નવનિયુક્ત યુવાનોને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવતા...
rojgar mela 2023   50 હજારથી વધુ લોકોને સરકારી નોકરીઓ માટે ઑફર લેટર્સ આપવામાં  આવ્યા   pm modi

PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત કર્મચારીઓને 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે રોજગાર મેળો યુવાનોને 'વિકસિત ભારત'ના ઘડવૈયા બનવાનો માર્ગ મોકળો કરે છે. નવનિયુક્ત યુવાનોને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવતા વડાપ્રધાને કહ્યું કે આ નિમણૂક પત્રો તમારી મહેનત અને પ્રતિભાનું પરિણામ છે. તેમણે કહ્યું કે વિવિધ સરકારી વિભાગોમાં નિમણૂક મેળવનારાઓની પ્રાથમિકતા દેશવાસીઓના જીવનને સરળ બનાવવાની હોવી જોઈએ.

Advertisement

37 સ્થળોએ આયોજન
ઉલ્લેખનીય છે કે આ રોજગાર મેળાનું સમગ્ર દેશમાં 37 સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી પસંદ કરાયેલા નવા કર્મચારીઓ મહેસૂલ વિભાગ, ગૃહ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, નાણાકીય સેવાઓ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, મંત્રાલય સહિત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં યોગદાન આપશે.

Advertisement

યુવાઓ અને પરિવારને પાઠવી શુભકામના

Advertisement

PM મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે આજે 50,000 થી વધુ લોકોને સરકારી નોકરીઓ માટે ઑફર લેટર્સ આપવામાં આવ્યા છે. . આ ઑફર લેટર્સ તમારા પ્રયત્નો અને પ્રતિભાનું પરિણામ છે. હું તમને અને તમારા પરિવારને આ અવસર પર અભિનંદન આપવા માંગુ છું. ભારત સરકારના કર્મચારીઓ, તમારે બધાએ અનેક જવાબદારીઓ નિભાવવાની હોય છે. તમે ગમે તે ક્ષેત્રમાં કામ કરતા હોવ, તમારી ટોચની પ્રાથમિકતા દેશના લોકોના જીવનની સરળતા હોવી જોઈએ.

1949માં દેશે ભારતનું બંધારણ અપનાવ્યું : PM મોદી

તમેણે જણાવ્યું કે થોડા દિવસ પહેલા જ દેશે સંવિધાન દિવસની 26મી નવેમ્બરેઉજવણી કરી. આ દિવસે 1949 માં, દેશે ભારતનું બંધારણ અપનાવ્યું હતું જે તમામ નાગરિકોને સમાન અધિકારો પ્રદાન કરે છે.આપણા બંધારણના મુખ્ય શિલ્પકાર બાબાસાહેબ આંબેડકરે એક એવા રાષ્ટ્રનું સ્વપ્ન જોયું હતું જે દરેકને સામાજિક ન્યાય અને તકની સમાનતા પ્રદાન કરે. કમનસીબે, આઝાદી પછી, લાંબા સમય સુધી સમાનતાનો સિદ્ધાંત અવગણના કરવામાં આવી હતી. 2014 પહેલા સમાજનો એક ચોક્કસ વર્ગ કેટલીક મૂળભૂત સુવિધાઓથી વંચિત હતો..

આ  પણ  વાંચો -5 રાજ્યોમાં કોની સરકાર બનશે, કેવા -કેવા થયા છે અનુમાન

Tags :
Advertisement

.