Modular Bridge: જાણો... ભારતીય સેના માટે તૈયાર કરવામાં આવેલું Modular Bridge ની અદ્યતન વિશેષતાઓ
Modular Bridge: ભારતીય સેના (Indian Army) વિશ્વની સૌથી શક્તિશાળી સેનામાં ટોચના ક્રમાંક આવે છે. તેનું મુખ્ય કારણ એ છે ભારતીય સેના (Indian Army) ના નિડર સૈનિકો અને શક્તિશાળી હથિયારો. વધુ એક વિશ્વનું સૌથી શક્તિશાળી હથિયાર ભારતીય સેનામાં સમાવેશ કરવામાં આવ્યું છે. આ હથિયાર મોડ્યુલર બ્રિજ (Modular Bridge) છે.
- મોડ્યુલર બ્રિજ મીડિયમ ગર્ડર બ્રિજીસનું લેશે સ્થાન
- બ્રિજની ખરીદી માટેનો કરાર ફેબ્રુઆરી 2023 માં થયા
- આગામી 4 વર્ષમાં કુલ 41 બ્રિજનું નિર્માણ થશે
આજરોજ આ હથિયારને ભારતીય સેના (Indian Army) માં સામેલ કરવામાં આવ્યું. તેની મદદથી આર્મી એન્જિનિયર્સની બ્રિજિંગ ક્ષમતા (Indian Army) માં વધારો થશે. DRDO દ્વારા લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ના સહયોગથી સ્વદેશી રીતે મોડ્યુલર બ્રિજ (Indian Army) ને ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે. આ 46 મીટર લાંબા મોડ્યુલર બ્રિજ (Indian Army) ને નવી દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે આયોજિત સમારોહમાં સેનાએ પ્રદર્શિત કર્યું હતું.
આગામી 4 વર્ષમાં કુલ 41 બ્રિજનું નિર્માણ થશે
આગામી 4 વર્ષમાં 2,585 કરોડ રૂપિયાના ખર્ચે કુલ 41 મોડ્યુલર બ્રિજ ભારતીય સેના (Indian Army) માટે બનાવવામાં આવશે. આ ગેમ ચેમ્બર બ્રિજ DRDO ઓ દ્વારા ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવ્યું છે. જ્યારે L&T એ DRDO ને પ્રોડક્ટ તૈયાર કરવામાં મદદ કરી છે.
મોડ્યુલર બ્રિજ સંપૂર્ણ પણે વિવિધતાથી સજ્જ છે. મોડ્યુલર બ્રિજ દ્વારા સેના નહેરો અને ખાઈ જેવા અવરોધોને સરળતાથી પાર કરી શકશે. તે સંરક્ષણ ક્ષેત્રે ભારતનું પરાક્રમ અને દેશની આત્મનિર્ભરતા દર્શાવે છે. મોડ્યુલર બ્રિજની ખરીદી માટેનો કરાર ફેબ્રુઆરી 2023 માં L&T સાથે સાઈન કરવામાં આવ્યા હતા.
મોડ્યુલર બ્રિજ મીડિયમ ગર્ડર બ્રિજીસનું લેશે સ્થાન
મોડ્યુલર બ્રિજ (Modular Bridge) મેન્યુઅલી લોંચ કરાયેલા મીડિયમ ગર્ડર બ્રિજીસ (MGBs)નું સ્થાન લેશે, જેનો હાલમાં આર્મી દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્વદેશી ડિઝાઇન અને ઉત્પાદિત મોડ્યુલર બ્રિજના અનેક ફાયદા થશે. તેમણે કહ્યું કે આ બ્રિજ માત્ર સેનાની ઓપરેશનલ ક્ષમતા જ નથી બતાવે પણ Defense Technology અને manufacturing માં ભારતની આત્મનિર્ભરતા પણ દર્શાવે છે.
આ પણ વાંચો: Lok Sabha Election 2024 : AAP એ દિલ્હી-હરિયાણામાં લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી…