Modi Govt. 3.0: દેશમાં દૂધ ઉત્પાદન વધારવા માટે મોદી સરકારે 6000 કરોડના ફંડને આપી મંજૂરી
- દેશમાં દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ માટે 6000 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી
- 6-લેન એક્સેસ-કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ નેશનલ હાઈવે માટે 4,500 કરોડ મંજૂર
- આસામમાં 10,000 કરોડના ખર્ચે સ્થપાશે યુરિયા પ્લાન્ટ
નવી દિલ્હીઃ આજે બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં દેશમાં દૂધ ઉત્પાદન વૃદ્ધિ માટે મોદી સરકારે 6000 કરોડ રુપિયાના ફંડને મંજૂરી આપી છે. આ ઉપરાંત આસામમાં યુરિયા પ્લાન્ટ સ્થાપવા માટે મંજૂરી આપી દીધી છે. જેની અંદાજિત કિંમત 10,000 કરોડ રૂપિયા છે.
દેશમાં દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ માટે 6000 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી
આજની કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મંત્રીમંડળે દેશમાં ડેરી વિકાસ માટે 2,790 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. તદુપરાંત રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ દૂધ ઉત્પાદન વધારવા માટે 3,400 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આમ, મોદી સરકારે (Modi 3.0 Govt.) દેશમાં દૂધ ઉત્પાદનની વૃદ્ધિ માટે 6000 કરોડથી વધુ રુપિયાનું ફંડ મંજૂર કર્યુ છે.
6-લેન એક્સેસ-કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ નેશનલ હાઈવે માટે 4,500 કરોડ મંજૂર
મહારાષ્ટ્રના પાગોટથી ચોકથી JNPA પોર્ટને જોડતા 6-લેન એક્સેસ-કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ હાઈ-સ્પીડ રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણને 4,500 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ મહારાષ્ટ્રના મહત્વાકાંક્ષી JNPT (જવાહર લાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ) તરફથી 6-લેન હાઇવેને મંજૂરી આપી છે. જેની લંબાઈ 29.219 કિલોમીટર હશે. આ હાઈવે પર 6 પુલ હશે, જેમાં 2 ટનલનો પણ સમાવેશ થશે. આ હાઈવે પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના હેઠળ બનાવવામાં આવશે.
UPI વ્યવહારોને પ્રોત્સાહન
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે(Ashvini Vaishnav) જણાવ્યું હતું કે, આજની કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2024-25 માટે 2,000 રૂપિયાથી ઓછા મૂલ્યના UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે લગભગ 1,500 કરોડ રૂપિયાની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ કોઈ વ્યક્તિ દ્વારા વેપારીને રૂ. 2,000થી ઓછી રકમની ચુકવણી પર MDR(મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ)ખર્ચ સરકાર ભોગવશે.
આસામમાં 10,000 કરોડના ખર્ચે સ્થપાશે યુરિયા પ્લાન્ટ
મોદી સરકારે આસામમાં યુરિયા પ્લાન્ટ સ્થાપવા માટે મંજૂરી આપી દીધી છે. તેની અંદાજિત કિંમત 10,000 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. મહત્વપૂર્ણ ગણાતા પાક પોષક તત્વોની આયાત ઘટાડવા અને ભારતને આ બાબતમાં આત્મનિર્ભર બનાવવાના પ્રયાસરૂપે કેન્દ્ર દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ India Tariff War : Bharat પણ કરશે ટેરિફ વોરનું એલાન, સરકારનો 200 દિવસનો માસ્ટર પ્લાન!
આ પણ વાંચોઃ Aurangzeb issue:"અત્યારે ઔરંગઝેબ પ્રાંસગિક નથી"-સુનીલ આંબેકર,RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખનું નિવેદન