Minister Arjun Munda: ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા આંદોલન "દિલ્હી ચલો" પર કેન્દ્રીય કૃષિ મંત્રીનું નિવેદન
Minister Arjun Munda: દેશમાં ફરી એકવાર ખેડૂતોએ સરકારને ઘૂંટણ પર લાવવા માટે (Farmers Protest) દિલ્હી તરફ કૂચ કરી છે. તો બીજી તરફ સરકાર (Delhi) દ્વારા પણ કમરકસી લેવામાં આવી છે. પંજાબ (Punjab) અને હરિયાણા (Hariyana) થી લઈને દિલ્હી સુધી આવતા તમામ રસ્તા પર કડક સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.
- કેન્દ્રીય મંત્રીનું નિવેદન ખેડૂત આંદોલન પર
- માંગ માટે અગાઉ બેઠક યોજી હતી
- બંને બેઠકો અનિર્ણિત સાબિત થઈ હતી
કેન્દ્રીય મંત્રીનું નિવેદન ખેડૂત આંદોલન પર
ત્યારે કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડા (Central Minister Of Agriculture Arjun Munda) એ જણાવ્યું હતું કે પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની બાંયધરી આપતો કાયદો તમામ હિતધારકોની સલાહ લીધા વિના ઉતાવળમાં લાવી શકાય નહીં. તેમણે વિરોધ કરી રહેલા ખેડૂત જૂથોને પણ આ મુદ્દે સરકાર સાથે ચર્ચા કરવા વિનંતી કરી હતી.
માંગ માટે અગાઉ બેઠક યોજી હતી
કેન્દ્રીય કૃષિ મંત્રી (Central Minister Of Agriculture Arjun Munda) એ વધુમાં જણાવ્યું હતું કે, મંત્રી સ્તરીય પ્રતિનિધિમંડળનો એક ભાગ છે. જેણે ખેડૂતોની ચિંતાઓ (Farmers Protest) ના ઉકેલ માટે ચંદીગઢમાં સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય), કિસાન મઝદૂર મોરચા સહિત વિવિધ ખેડૂત જૂથો સાથે બે રાઉન્ડની ચર્ચા કરી હતી.
બંને બેઠકો અનિર્ણિત સાબિત થઈ હતી
જોકે આ બેઠકઅનિર્ણિત રહી હોવાથી, ખેડૂત જૂથોએ તેમની 'Delhi Chalo' કૂચ શરૂ કરી હતી. કૃષિ મંત્રીએ કહ્યું કે, બે રાઉન્ડની ચર્ચામાં અમે તેમની ઘણી માંગણીઓ સાથે સંમત થયા હતા. પરંતુ કેટલાક મુદ્દાઓ પર સર્વસંમતિ થઈ શકી નથી. ત્યારે ઘણા ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીએ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની ગેરંટી આપતો કાયદો બનાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું.
આ પણ વાંચો: Swami Prasad Maurya: સ્વામી પ્રસાદ મૌર્યે આપ્યું રાજીનામું, સપા અધ્યક્ષ અખિલેશ યાદવને લખ્યો પત્ર