Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Microsoft Office: વાહ ઓફિસ હોય તો આવી! કર્મચારીઓને મળે ઊંઘવાની સુવિધા

Microsoft Office: અત્યારે નોકરી કરતા ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે, કોર્પોરેટ નોકરીમાં વધારે ટેન્શન હોય છે. અનેક લોકો નોકરી દરમિયાન તણાવનો અનુભવ કરતા હોય છે. ત્યારે ઘણી કંપનીઓ છે જે પોતાને ત્યા કામ કરતા કર્મચારીઓમાં તણાવ ઓછો રહે...
09:58 AM Feb 16, 2024 IST | VIMAL PRAJAPATI
Microsoft Office

Microsoft Office: અત્યારે નોકરી કરતા ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે, કોર્પોરેટ નોકરીમાં વધારે ટેન્શન હોય છે. અનેક લોકો નોકરી દરમિયાન તણાવનો અનુભવ કરતા હોય છે. ત્યારે ઘણી કંપનીઓ છે જે પોતાને ત્યા કામ કરતા કર્મચારીઓમાં તણાવ ઓછો રહે તમાટે પ્રયત્ન કરી રહીં છે. ઉલ્લેખનીય છે કે, Microsoft જેવી કંપનીમાં નોકરી કરવાનું અનેક લોકો સપનું જોઈ રહ્યા હોય છે. Microsoft જેવી અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓને જે સુવિધાઓ આપે છે, તેને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અત્યારે પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને Microsoft ફરી એકવાર ચર્ચામાં છે.

Microsoft ફરી એકવાર આવ્યું ચર્ચામાં

આ વાયરલ વીડિયોમાં કંપનીમાં કામ કરતા કર્મચારીઓ Microsoft તરફથી મળતી સુવિધાઓના વખાણ કરી રહ્યા છે. આવી ઓફિસ મળતી હોય તો ત્યાં કામ કરવાની દરેક વ્યક્તિ આશા રાખવાના જ છે. વીડિયોમાં, કંપની તેની ઓફિસના વિવિધ લાભો બતાવામાં આવ્યા છે, જેમ કે ફ્રી વેન્ડિંગ મશીન, નેપ રૂમ, શટલ સેવાઓ, કંપનીના મર્ચેન્ડાઇઝનો અનંત પુરવઠો, મલ્ટી-ક્યુઝિન કાફેટેરિયા અને બીજું પણ ઘણું બધું આપી રહી છે.

Microsoft આપે પોતાના કર્મચારીઓને અનેક સુવિધા

અહીં કામ કરતા કર્મચારીઓ એ પણ જણાવી રહ્યા છે કે, તેમને કંપની ગમે ત્યાંથી કામ કરવાની છૂટ આપે છે. જેથી કર્મચારીઓ પોતાના વ્યક્તિગત જીવનને પણ ન્યાય આપી શકે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયો પર અત્યાર સુધીમાં એક લાખથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. આ વીડિયો માઈક્રોસોફ્ટ ઈન્ડિયા ડેવલપમેન્ટ સેન્ટરમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જે 54-એકરની મિલકત છે.

લોકો આ વીડિયો પર આપી રહ્યા છે પ્રતિક્રિયા

આ વીડિયો પર ટિપ્પણી કરતા માઈક્રોસોફ્ટ ઈન્ડિયા ડેવલોપમેન્ટ સેન્ટરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે, ‘આ અમારા માઈક્રોસોફ્ટ કર્મચારીઓની પોસ્ટ છે, ખાતરી કરો કે તે ઉપયોગી થશે!’ એક ઈન્સ્ટાગ્રામ યુઝરે મજાકમાં કહ્યું, ‘અમે માઈક્રોસોફ્ટના કર્મચારી નથી, અમને ઘણીવાર ઈર્ષ્યા થાય છે.’ અન્ય એક ટિપ્પણી કરી, ‘વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત કરવા માટે કંટાળાજનક કોર્પોરેટ પ્રસ્તુતિઓને બદલે આ વિડિઓ બતાવો. તમે કૉલેજ દરમિયાન સખત અભ્યાસ કરો.’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Hindu Temple: અબુ ધાબીમાં હિંદુ મંદિરને લઈ પાકિસ્તાનીઓ બોખલાયા

Tags :
CEOofMicrosoftGujarati NewsMicrosoftmicrosoft-co-foundernational news
Next Article