Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મેરા ભારત યુવા સંગઠન મોટી ભૂમિકા ભજવશે:PM MODI

PM મોદી બે દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હીમાં મેરી માટી મેરા દેશ અમૃત કળશ યાત્રાનો આજે સમાપન સમારોહ છે. જેમાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યા છે. તેઓએ અગાઉ જાણ કરી હતી તેમ નવા સંગઠનની સ્થાપના કે...
07:11 PM Oct 31, 2023 IST | Hiren Dave

PM મોદી બે દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હીમાં મેરી માટી મેરા દેશ અમૃત કળશ યાત્રાનો આજે સમાપન સમારોહ છે. જેમાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યા છે. તેઓએ અગાઉ જાણ કરી હતી તેમ નવા સંગઠનની સ્થાપના કે જેનું નામ મેરા યુવા મેરા ભારત પોર્ટલને લોન્ચ કર્યું હતું..

 

 

PM મોદીએ મેરી માટી મેરા દેશ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

તેમનો ગુજરાત પ્રવાસ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે મેરી માટી મેરા દેશ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે પોતાના કપાળ પર માટીથી તિલક કર્યું. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ અને અનુરાગ ઠાકુર પણ જોવા મળ્યા હતા.

 

મેરા ભારત યુવા સંગઠન મોટી ભૂમિકા ભજવશે:PM MODI

મેરી માટી મેરા દેશ-અમૃત કલશ યાત્રાના સમાપન સમારોહમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "જ્યારે આપણે એક ઇવેન્ટની સમાપ્તિ કરી રહ્યા છીએ, તો બીજી બાજુ, આ નવા સંકલ્પની શરૂઆત છે... 21મી સદીમાં, 'મેરા ભારત યુવા' સંગઠન દેશના વિકાસમાં મોટી ભૂમિકા ભજવશે. મેરી માટી મેરા દેશ એ એક ઉદાહરણ છે કે કેવી રીતે યુવાનો સાથે મળીને દરેક લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે..."

 

મન કી બાતમાં કરી હતી જાહેરાત

પીએમ મોદીએ કહ્યું કે 31 ઓક્ટોબરે એક ખૂબ જ મોટા દેશવ્યાપી સંગઠનનો પાયો નાખવામાં આવી રહ્યો છે અને તે પણ સરદાર સાહેબની જન્મજયંતિ પર. આ સંગઠનનું નામ છે - માય યંગ ઈન્ડિયા, એટલે કે માયભારત. MYBharat સંસ્થા ભારતના યુવાનોને વિવિધ રાષ્ટ્ર નિર્માણ કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા ભજવવાની તક પૂરી પાડશે. તેમણે લોકોને http://mybharat.gov.in પર નોંધણી કરો અને વિવિધ કાર્યક્રમો માટે સાઇન અપ કરવા અપીલ કરી હતી.

 

આ  પણ  વાંચો-APPLE IPHONE હેકિંગ કેસમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, તપાસના આદેશ આપ્યા

 

Tags :
IndialaunchedmerayuvabharatportalPMModi
Next Article