Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માયાવતીની BSPએ સાંસદ દાનિશ અલી સામે કરી મોટી કાર્યવાહી, પાર્ટીમાંથી કરાઈ હકાલપટ્ટી, જાણો શું છે કારણ?

માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા) એ તેના સાંસદ દાનિશ અલી વિરુદ્ધ પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ થવાના આરોપ હેઠળ મોટી કાર્યવાહી કરી છે અને તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. દાનિશ અલી જે રીતે સંસદમાં કાંગ્રેસ સાથે ઊભા નજરે આવ્યા હતા, એવું...
માયાવતીની bspએ સાંસદ દાનિશ અલી સામે કરી મોટી કાર્યવાહી  પાર્ટીમાંથી કરાઈ હકાલપટ્ટી  જાણો શું છે કારણ

માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા) એ તેના સાંસદ દાનિશ અલી વિરુદ્ધ પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ થવાના આરોપ હેઠળ મોટી કાર્યવાહી કરી છે અને તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. દાનિશ અલી જે રીતે સંસદમાં કાંગ્રેસ સાથે ઊભા નજરે આવ્યા હતા, એવું માનવામાં આવી રહ્યું છે કે આ જ વાત કાર્યવાહીનું મુખ્ય કારણ બન્યું છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, બસપાએ ઘણીવાર દાનિશ અલીને આ સૂચના આપી હતી અને કહ્યું હતું કે, પાર્ટી તેમના મુદ્દાઓ પર તેમની સાથે છે, પરંતુ તેમ છતાં દાનિશ અલી સતત કોંગ્રેસ સાથે જોવા મળતા હતા. તેમને સસ્પેન્ડ કરવા પાછળ આ એક મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે, બસપા સાંસદ દાનિશ અલી પર બીજેપી સાંસદ રમેશ બિધુડીના વિવાદાસ્પદ નિવેદન બાદ રાજનીતિક ઘમાસાણ શરૂ થયું હતું. ચારેકોર આ નિવેદનની નિંદા કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દાનિશ અલીને તેમના નિવાસ સ્થાને મળવા ગયા હતા. દરમિયાન તેમની સાથે કોંગ્રેસના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ અને સાંસદ ઈમરાન પ્રતાપગઢી પણ ત્યાં હતા.

Advertisement

દાનિશ અલી અમરોહાથી બસપા સાંસદ

જણાવી દઈએ કે, દાનિશ અલી ઉત્તરપ્રદેશના અમરોહાથી બસપા સાંસદ છે અને મૂળ રીતે હાપુડના રહેવાસી છે. તેમના દાદા મહમૂદ અલી ધારાસભ્ય અને પછી 1977માં હાપુડ લોકસભા બેઠકથી સાંસદ રહ્યા હતા. જામિયા મિલિયા ઇસ્લામિયાથી અભ્યાસ કરનારા દાનિશ અલી પાંચ ભાઈઓમાં સૌથી નાના છે. તેમણે પોતાનો રાજનીતિક સફર જનતા દળ (સેક્યૂલર) સાથે શરૂ કર્યો હતો. દાનિશ અલીને જનરલ સેકેટરી સુધીની જવાબદારી સોંપવામાં આવી હતી. એવું કહેવાય છે કે, કર્નાટકમાં કોંગ્રેસ અને જનતા દળ (સેક્યૂલર) ના જોડાણમાં દાનિશ અલીની ભૂમિકા મહત્ત્વની રહી હતી. સાલ 2019માં લોકસભા ચૂંટણી પહેલા તેઓ બહુજન સમાજ પાર્ટી સાથે જોડાયા હતા. ત્યાર બાદ તેમણે અમરોહાથી ચૂંટણી લડવાની તક મળી હતી. તેમણે બીજેપીના કંવર સિંહ તંવરને લગભગ 63 હજારથી વધુ વોટોથી હરાવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - AYODHYA: રામ મંદિરનું ગર્ભગૃહ લગભગ તૈયાર, સુંદર અને અદ્ભુત તસવીરો આવી સામે

Tags :
Advertisement

.