ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Manipur Violence Update: મણિપુરમાં હિંસાની આગ યાથાવત, બે પોલીસ ચોકીઓ સહિત 70 ઘરોને સળગ્યા

Manipur Violence Update: Manipur માં કોમી હુલ્લડો શાંત થવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે ફરી એકવાર ભાયાવહ ચોંકાવનારી ઘટના Manipurમાંથી સામે આવી છે. એક સમાજના જૂથ દ્વારા અન્ય સમાજના લોકોના ઘરોમાં આગ લગાડવામાં આવી છે. તે ઉપરાંત ઉગ્રવાદીઓ દ્વારા પોલીસ...
12:01 AM Jun 09, 2024 IST | Aviraj Bagda
Manipur Violence Update

Manipur Violence Update: Manipur માં કોમી હુલ્લડો શાંત થવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે ફરી એકવાર ભાયાવહ ચોંકાવનારી ઘટના Manipurમાંથી સામે આવી છે. એક સમાજના જૂથ દ્વારા અન્ય સમાજના લોકોના ઘરોમાં આગ લગાડવામાં આવી છે. તે ઉપરાંત ઉગ્રવાદીઓ દ્વારા પોલીસ ચોકીમાં પણ આગ લગાવી દીધી હતી.

ત્યારે Manipur માં આવેલા જીરીબામ જિલ્લામાં ઉગ્રવાદીઓએ એક સમુદાયના 70 થી વધુ ઘરોને સળગાવી દીધા હતા.ઉગ્રવાદીઓએ બે પોલીસ ચોકીઓ અને વન વિભાગની ઓફિસને પણ આગ લગાવી દીધી હતી. હિંસા બાદ જીરીબામ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (SP) ની બદલી કરવામાં આવી છે.

રાહત શિબિરમાં 239 લોકોને લઈ જવામાં આવ્યા

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉગ્રવાદીઓ સામેની કાર્યવાહીમાં સુરક્ષા કર્મચારીઓને મદદ કરવા માટે 70 થી વધુ રાજ્ય પોલીસ કમાન્ડોની ટુકડીને ઇમ્ફાલથી જીરીબામ મોકલવામાં આવી છે. જિલ્લાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રહેલા રાહત શિબિરમાં મીતેઈ સમુદાયના લગભગ 239 લોકોને લઈ જવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.

Manipur ના મોટાભાગના કર્ફ્યુ લાદવામાં આવ્યું

ઉગ્રવાદીઓએ લમતાઈ ખુનૌ, દિબોંગ ખુનૌ, નુનખાલ અને બેગરા ગામમાં 70 થી વધુ ઘરોને આગ ચાંપી દીધી હતી. ઉગ્રવાદીઓએ જીરીમુખ અને છોટો બેકારાની પોલીસ ચોકીઓ અને વન વિભાગની ગોખલ ઓફિસને પણ આગ લગાવી દીધી હતી. ઉગ્રવાદીઓ દ્વારા એક વ્યક્તિની હત્યા થઈ હોવાની માહિતી મળી છે. જે બાદ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. હાલમાં Manipur ના મોટાભાગના કર્ફ્યુ લાદવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Delhi Restaurant Fire: એકસાથે 3 રેસ્ટોરેન્ટમાં લાગી વિકરાળ આગ, દિલ્હી કાળા ધુમાડાથી ઢંકાયું

Tags :
Manipur Violence Update
Next Article