Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mamata Banerjee : રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ CM મમતા બેનર્જીનું નિવેદન

Mamata Banerjee : અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીની (Mamata Banerjee) પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. CM  મમતાએ આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ ચૂંટણી પહેલા ધર્મની રાજનીતિ કરવામાં વિશ્વાસ...
08:23 PM Jan 22, 2024 IST | Hiren Dave
Mamata Banerjee,

Mamata Banerjee : અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીની (Mamata Banerjee) પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. CM  મમતાએ આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ ચૂંટણી પહેલા ધર્મની રાજનીતિ કરવામાં વિશ્વાસ નથી રાખતી.

 

પાર્ટીના CM મમતા બેનર્જીના (Mamata Banerjee) નેતૃત્વમાં આયોજિત રેલી અંગે તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ કહ્યું કે તેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. ધર્મનિરપેક્ષતા આપણા દેશને એક કરે છે. પાર્ક સર્કસ મેદાન ખાતે વિશાળ સભા સાથે આ રેલીમાં સામેલ થવાનું આહ્વાન કર્યું હતું.

 

ન્યૂઝ એજન્સી ANIના અનુસાર, મમતા બેનર્જીએ કહ્યું કે, 'મને કોઈ ફરક નથી પડતો કે કોણ કોની પૂજા કરે છે. દેશમાં બેરોજગારીની સમસ્યા છે. દેશના પૈસા ક્યાં ગ્યા?'CM  મમતા બેનર્જીએ કહ્યું કે, 'તમે લોકો ક્યારે સીતાની વાત નથી કરતા. સીતા વગર રામ અધૂરા છે. તમે માત્ર ભગવાન રામની વાત કરો છો, સીતાની નહીં, શું તમે મહિલા વિરોધી છો?'

 

મમતા બેનર્જીએ શું કહ્યું?
રેલીના સમાપન સંબોધનમાં મમતા બેનર્જીએ કહ્યું, “હું ચૂંટણી પહેલા ધર્મનું રાજનીતિ કરવામાં માનતી નથી. હું આવી પ્રથાની વિરુદ્ધ છું. મને લોકો ભગવાન રામની પૂજા કરવા સામે કોઈ વાંધો નથી, પરંતુ લોકોની ખાનપાનમાં દખલગીરી સામે મને વાંધો છે.

શું કહે છે વિરોધ પક્ષો?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ રાષ્ટ્રપતિ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રામ લલ્લાના અભિષેક સમારોહ માટેના આમંત્રણને ફગાવી દીધું હતું. પાર્ટીએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ભાજપ તેનો ચૂંટણી લાભ માટે ઉપયોગ કરી રહી છે.

 

આ  પણ  વાંચો - Ayodhya : રાજારામ ચંદ્રના મસ્તક પર સુરતમાં બનેલો મુગટ પહેરાવાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AyodhyaCM Mamata BanerjeeKolkataMamata Banerjeeram mandirram mandir pran pratishthaWest Bengal
Next Article