Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Maharashtra : શિંદે જૂથના નેતાએ ભાજપના MLA ને મારી ગોળી

Maharashtra :મહારાષ્ટ્રના (Maharashtra) ઉલ્હાસનગરમાં શુક્રવારે મોડી રાત્રે ભાજપના ધારાસભ્ય ગણેશ ગાયકવાડે શિવસેનાના નેતા મહેશ ગાયકવાડને ગોળી મારી દીધી હતી.હિલ લાઇન પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ પોલીસકર્મીની કેબિનની અંદર ગોળીબાર થયો હતો, જ્યાં બે રાજકારણીઓ અને તેમના સમર્થકો લાંબા સમયથી ચાલી રહેલા...
09:29 AM Feb 03, 2024 IST | Hiren Dave
shiv sena leader mahesh gaikwad

Maharashtra :મહારાષ્ટ્રના (Maharashtra) ઉલ્હાસનગરમાં શુક્રવારે મોડી રાત્રે ભાજપના ધારાસભ્ય ગણેશ ગાયકવાડે શિવસેનાના નેતા મહેશ ગાયકવાડને ગોળી મારી દીધી હતી.હિલ લાઇન પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ પોલીસકર્મીની કેબિનની અંદર ગોળીબાર થયો હતો, જ્યાં બે રાજકારણીઓ અને તેમના સમર્થકો લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદ અંગે ફરિયાદ નોંધાવવા માટે ભેગા થયા હતા. આ પછી પોલીસે તરત જ આરોપી ધારાસભ્યને કસ્ટડીમાં લીધા હતા.

 

ઘાયલ નેતાની હાલત ગંભીર

ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને શિવસેના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ વચ્ચે જમીનને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને કારણે બંને નેતાઓ અને તેમના સમર્થકો હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ભેગા થઈ ગયા હતા. દરમિયાન બંને જૂથો વચ્ચેની ચર્ચાએ જોર પકડ્યું હતું અને પોલીસ સ્ટેશનની અંદર થયેલા ફાયરિંગમાં ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેના શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ગોળીબાર કર્યો હતો.

આ ગોળીબારમાં મહેશ ગાયકવાડ અને શિંદે સમર્થક રાહુલ પાટીલ ગંભીર રીતે ઘાયલ થયા

આ ગોળીબારમાં મહેશ ગાયકવાડ અને શિંદે સમર્થક રાહુલ પાટીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે તરત જ રાત્રે 11 વાગ્યે ઉલ્હાસનગરની મીરા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની હાલત નાજુક બનતા બંને નેતાઓને થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો ધારાસભ્ય ગણપત ગાયકવાડે મહેશ પર કુલ ચાર ગોળી વાગી હતી.

આરોપી MLAનો મોટો દાવો

ગણેશ ગાયકવાડે કહ્યું કે આ ઘટના પર કોર્ટ જે પણ નિર્ણય લેશે તે સ્વીકારશે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા અને કહ્યું કે શિવસેના પ્રમુખના શાસનમાં ગુનાઓ વધ્યા છે. ગાયકવાડે એવો પણ આક્ષેપ કર્યો હતો કે એકનાથ શિંદે ભાજપ સાથે 'દગો' કરશે.

 

આ પણ વાંચો- PM Modi : ઓડિશા અને આસામમાં કરોડોના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કરશે

 

 

Tags :
bjp-mla ganesh gaikwadMaharashtraMumbai PoliceShiv Senashiv sena leader mahesh gaikwad
Next Article