Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Madhya Pradesh : ભોપાલમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, એકા એક સ્ટેજ તુટી પડતા 7 નેતાઓ ઘાયલ

મધ્યપ્રદેશમાં વિધાનસભાના બજેટ સત્રના પહેલા દિવસે કોંગ્રેસે ખેડૂતોના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસનું સ્ટેજ તૂટી પડતાં ઘણા નેતાઓ અને કાર્યકરો ઘાયલ થયા હતા. એકા એક સ્ટેજ તૂટી પડ્યા પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓનો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
madhya pradesh   ભોપાલમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન  એકા એક સ્ટેજ તુટી પડતા 7 નેતાઓ ઘાયલ
Advertisement
  • બજેટ સત્રના પહેલા દિવસે કોંગ્રેસે ખેડૂતોના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું
  • એકા એક સ્ટેજ તૂટી પડતા કોંગ્રેસના ખેડૂત નેતાઓનો ગુસ્સે થયા
  • સ્ટેજ તૂટી પડવાથી 7 થી વધુ કોંગ્રેસ કાર્યકરો ઘાયલ થયા

Congress protest in Bhopal : મધ્યપ્રદેશના ભોપાલમાં વિધાનસભાના બજેટ સત્રના પહેલા દિવસે કોંગ્રેસે વિધાનસભાનો ઘેરાવ કર્યો હતો. રંગમહેલ ચોક પર પ્રદર્શન વચ્ચે કોંગ્રેસનું સ્ટેજ તૂટી પડ્યું હતું. ઘટના બનતા જ ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ હતી. લોકો બૂમો પાડવા લાગ્યા. સ્ટેજ તૂટી પડવાથી 7 થી વધુ કોંગ્રેસ કાર્યકરો ઘાયલ થયા હતા. ઘાયલોમાં મધ્યપ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ પણ સામેલ છે. તેમાં જીતુ પટવારી, હરીશ ચૌધરી, રાજીવ સિંહનો પણ સમાવેશ થાય છે.

આ અકસ્માતમાં અનેક મહિલા કાર્યકરોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા માટે ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચવાને કારણે, લોકોને એકબીજાના અંગત વાહનોનો ઉપયોગ કરીને હોસ્પિટલ પહોંચવું પડ્યું.

Advertisement

ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો

પ્રદર્શન દરમિયાન સ્ટેજ તૂટી પડતાંની સાથે જ, કોંગ્રેસીઓનું પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું હતું. ખેડૂતોનો વિરોધ વધુ મોટો ન બને તે માટે પોલીસકર્મીઓએ સ્થળ પર પાણીની તોપોની સાથે ટીયર સ્મોક ગેસનો પણ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આટલી મોટી સંખ્યામાં ઘટનાસ્થળે હાજર દેખાવકારો પોલીસકર્મીઓ પર ભારે પડ્યા હતા. સ્થળ પર હાજર ફોર્સને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

આ પણ વાંચો :  Champions Trophy 2025 : ટીમ ઈન્ડિયાના ઐતિહાસિક વિજય પર રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સહિત અન્ય નેતાઓ શું કહ્યું?

વિરોધ પ્રદર્શન તીવ્ર બન્યું

પોલીસ પહેલાથી જ લોકોને રોકવાની કોશિશ કરી રહી હતી પરંતુ એકાએક સ્ટેજ ધરાશાયી થઈ જતા કોંગ્રેસના નેતાઓમાં રોષ જોવા મળ્યો હતો. તેમનું પ્રદર્શન વધુ તીવ્ર બન્યું હતું. તેઓ હાથમાં ઝંડા લઈને વિરોધ કરવા લાગ્યા. તેમનો હંગામો પણ વધુ તીવ્ર બન્યો. વહીવટીતંત્ર તેમને રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ સ્થળ પર હાજર પ્રદર્શનકારીઓ વહીવટીતંત્ર તરફ આગળ વધી રહ્યા હતા.

સવારથી જ અહીં સ્ટેજ સજાવવામાં આવી રહ્યું હતું, તેમ છતાં એકાએક સ્ટેજ ધરાશાયી થતાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. પૂર્વ કૃષિ મંત્રી સચિન યાદવ અને યૂથ કોંગ્રેસ પ્રમુખ બેરિકેડ પર ચઢીને વિરોધ કરી રહ્યા હતા. જીતુ પટવારીએ જણાવ્યું હતું કે, આવા વિરોધ પ્રદર્શનો ચાલુ રહેશે અને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા રહીશું.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જીતુ પટવારીએ કહ્યું, "કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય લીધો છે કે જો વચન મુજબ ડાંગર અને ઘઉંની ખરીદી નહીં થાય, તો અમે ખેડૂતો સાથે મળીને દરેક મંડીમાં વિરોધ કરીશું"

કોંગ્રેસના સાંસદ ઉમંગ સિંઘર કહે છે, "ભાજપ સરકાર લોકોથી કેમ છુપાઈ રહી છે અને તેમના પ્રશ્નોને કેમ ટાળી રહી છે? આ જ કારણ છે કે અમે આ મુદ્દો ઉઠાવી રહ્યા છીએ કે સરકાર લોકોથી છુપાઈ રહી છે. તે શા માટે છુપાઈ રહી છે? તેઓ પ્રશ્નોના જવાબ કેમ આપવા માંગતા નથી?..."

આ પણ વાંચો : છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલની મુશ્કેલી વધી

Tags :
Advertisement

.

×