Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election Result 2024: મતગણતરીના એક જ કલાકમાં હાંફ્યું INDI ગઠબંધન, કેન્દ્રમાં બની રહી છે MODI સરકાર

Lok Sabha Election Result 2024: મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી ચાલી રહી છે. લોકસભા ચૂંટણીના આજ પરિણામો આવી રહ્યા છે. શરૂઆતી વલણ પરથી સ્પષ્ટ રીતે સામે ચાલી રહ્યું છે કે, NDA બહુમતના આંકડાને સ્પષ્ટ રીતે સ્પર્શી ચુક્યું...
lok sabha election result 2024  મતગણતરીના એક જ કલાકમાં હાંફ્યું indi ગઠબંધન  કેન્દ્રમાં બની રહી છે modi સરકાર

Lok Sabha Election Result 2024: મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી ચાલી રહી છે. લોકસભા ચૂંટણીના આજ પરિણામો આવી રહ્યા છે. શરૂઆતી વલણ પરથી સ્પષ્ટ રીતે સામે ચાલી રહ્યું છે કે, NDA બહુમતના આંકડાને સ્પષ્ટ રીતે સ્પર્શી ચુક્યું છે.

Advertisement

પહેલા એક કલાકમાં જ INDI ગઠબંધન હાંફી ગયું

લોકસભા ચૂંટણીમાં આજે પરિણામો આવી રહ્યા છે. વલણો પરથી સ્પષ્ટ માહિતી મળી રહી છે કે, NDA બહુમતના આંકડાને સ્પર્શી ચુક્યું છે. NDA 9 વાગ્યે બહુમતના આંકડાને પાર કરી ચુક્યા છે. વલણમાં NDA ને 302 સીટોથી આગળ દેખાઇ રહી છે. ઇન્ડિયા ગઠબંધન 174 સીટો પર આગળ રહ્યા છે. માત્ર BJP 158 સીટો પર આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પ્રાથમિક વલણોમાં 62 સીટો પર આગળ છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, મોદી સરકાર હેટ્રીક મારવાની નજીક આવી ચુક્યું છે.

તમામ મતગણતરીના કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા

અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા સાથે સાથે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મતગણતરી દરમિયાન ઇવીએમ અને વીવીપેટ પર વીડિયોગ્રાફી દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણીમાં આ વખતે 64 કરોડ 20 લાખથી વધારે મતદાતાઓએ મતદાન કર્યું છે. જે પૈકી 31 કરોડ મહિલા મતદાતાઓનો પણ સમાવેશ થાય છે.

Advertisement

આમ આદમી પાર્ટીનાકાર્યકરો દ્વારા હોબાળો

લોકસભા ચૂંટણી માટે મતની ગણતરી અંગે રાજનીતિક દળોએ પોતાના કાઉન્ટિંગ એજન્ટોને ટ્રેનિંગ આપી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભા સાંસદ ડૉ. સંદીપ પાઠકેસ ોમવારે આપના કાઉન્ટિંગ એજન્ટને ટ્રેનિંગ આપી. તેના માટે પાર્ટી મુખ્યમથકમાં એક ટ્રેનિંગ સેશન આયોજિત કરવામાં આવી. મોટાભાગની મતગણતરી કેન્દ્ર પર અલગ અલગ પાર્ટીઓના કાઉન્ટિંગ એજન્ટ સવારે 6 વાગ્યે જ પોતાની મતગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા હતા.

Advertisement
Tags :
Advertisement

.