Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીનને જડબાતોડ જવાબ આપવા ભારતની તૈયારી! બ્રહ્મોસ મિસાઇલથી લેસ INS Imphal ની ખૂબીઓ વિશે જાણો

હિંદ મહાસાગરમાં ચીનની વધતી ઘૂસણખોરીએ ભારતની ચિંતા વધારી છે. જો કે, હવે ચીનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે તૈયારી કરી છે, જેના ભાગરૂપે સ્વદેશી રીતે નિર્મિત સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર INS ઈમ્ફાલને (INS Imphal) મંગળવારે નેવલ ડોકયાર્ડ, મુંબઈ ખાતે આયોજિત...
ચીનને જડબાતોડ જવાબ આપવા ભારતની તૈયારી  બ્રહ્મોસ મિસાઇલથી લેસ ins imphal ની ખૂબીઓ વિશે જાણો

હિંદ મહાસાગરમાં ચીનની વધતી ઘૂસણખોરીએ ભારતની ચિંતા વધારી છે. જો કે, હવે ચીનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે તૈયારી કરી છે, જેના ભાગરૂપે સ્વદેશી રીતે નિર્મિત સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર INS ઈમ્ફાલને (INS Imphal) મંગળવારે નેવલ ડોકયાર્ડ, મુંબઈ ખાતે આયોજિત સમારોહમાં નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવશે. આ સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) પણ ભાગ લેવાના છે.

Advertisement

જણાવી દઈએ કે, બ્રહ્મોસ સરફેસ ટુ સરફેસ મિસાઈલથી સજ્જ હોય છે INS ઈમ્ફાલ. આ પહેલું યુદ્ધ જહાજ છે, જેનું નામ ઉત્તર-પૂર્વ ક્ષેત્રના એક શહેરના નામ પરથી રાખવામાં આવ્યું છે. મણિપુરની રાજધાનીના નામ પર આ યુદ્ધ જહાજનું નામકરણ કરવામાં આવ્યું છે, જે પૂર્વોત્તર ક્ષેત્રની સુરક્ષા અને સમૃદ્ધિને દર્શાવે છે. આ જહાજ પરમાણુ, જૈવિક અને રાસાયણિક (NBC) યુદ્ધ પરિસ્થિતિઓ હેઠળ લડવા માટે સજ્જ છે. સ્ટીલ્થ ફીચર્સ તેની લડાયક ક્ષમતાને વધારે છે.

Advertisement

INS ઈમ્ફાલમાં મીડિયમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલો પણ સ્થાપિત કરવામાં આવી છે. ઉપરાંત, સ્વદેશી એન્ટિ-સબમરીન રોકેટ લોન્ચર અને 76 એમએમ સુપર રેપિડ ગનને પણ આ યુદ્ધ જહાજમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ યુદ્ધ જહાજ અત્યાધુનિક હથિયારઓ અને સેંસરથી લેસ છે. આ યુદ્ધ જહાજમાંથી ફાયર થતી બ્રહ્મોસ મિસાઇલ 90 ડિગ્રી પર ફરીને દુશ્મન પર હુમલો કરવાની તાકાત ધરાવે છે. સ્પીડની વાત કરીએ તો INS ઈમ્ફાલ એ 30 નોટ્સ (56 કિમી/કલાક) થી વધુ ઝડપે આગળ વધી શકે છે.

INS ઇમ્ફાલનું વજન 7,400 ટન

Advertisement

જ્યારે યુદ્ધ જહાજના આકારની વાત કરીએ તો INS ઇમ્ફાલની લંબાઇ 535 ફૂટ અને વજન 7,400 ટન છે. INS ઇમ્ફાલ 75 ટકા સ્વદેશી સામગ્રીથી બનાવવામાં આવ્યું છે. ભારતીય નૌકાદળની માનીએ તો, INS ઇમ્ફાલને ભારતમાં બનેલા સૌથી શક્તિશાળી યુદ્ધ જહાજોમાંથી એક ગણી શકાય છે. એક અધિકારીએ જણાવ્યું કે, કમીશન થયા પછી જહાજને પશ્ચિમી નૌકાદળની કમાનમાં સામેલ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો - SP નેતા સ્વામી પ્રસાદ મૌર્યે ફરી એકવાર હિન્દુ ધર્મ વિશે ઝેર ઓક્યું, કહ્યું – આ એક પ્રપંચ છે..!

Tags :
Advertisement

.