Pahalgam Terrorist Attack પર નેતાઓએ આપી આ પ્રતિક્રિયા, કહ્યું 'કાયરતાપૂર્ણ હુમલો'
- જમ્મુ કાશ્મીરના પર્યટન સ્થળ પર આતંકવાદી હુમલો
- હુમલામાં 25થી વધુ લોકોના મોતની આશંકા
- ગૃહમંત્રી અમિત શાહ હાલમાં શ્રીનગર જવા માટે રવાના
Pahalgam Terrorist Attack : જમ્મુ કાશ્મીરના પર્યટન સ્થળ પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં ઘણા લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ત્યારે સાઉદી અરેબિયાની મુલાકાતે ગયેલા વડાપ્રધાન મોદીએ (PM Modi)આ હુમલા અંગે ગૃહમંત્રી અમિત શાહ ( Amit Shah)સાથે વાત કરી છે અને પીએમએ દરેક જરૂરી પગલાં લેવા કહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ હાલમાં શ્રીનગર જવા માટે રવાના થયા છે.
અમિત શાહે વડાપ્રધાન મોદી સાથે ફોન પર કરી વાતચીત
આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે હું એજન્સીઓ સાથે સુરક્ષા સમીક્ષા બેઠક કરવા માટે ટૂંક સમયમાં શ્રીનગર જઈ રહ્યો છું. મેં વડાપ્રધાન મોદીને આતંકવાદી હુમલા વિશે જાણ કરી છે. સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ છે. આ હુમલો કરનારા આતંકવાદીઓને છોડવામાં આવશે નહીં અને તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો -Pahalgam :'ભેળપુરી ખાતા સમયે પૂછ્યું તમે મુસ્લિમ છો? પછી ગોળી મારી દીધી'
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું નિવેદન
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ પહેલગામ આતંકવાદી હુમલા પર નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, "પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ દુઃખ થયું." નિર્દોષ નાગરિકો પરનો આ ક્રૂર હુમલો કાયરતાપૂર્ણ અને અત્યંત નિંદનીય કૃત્ય છે.
આ પણ વાંચો -Pahalgam Terrorist Attack : આંતકી હુમલામાં બે વિદેશી નાગરિક સહિત 27 નાં મોતની આશંકા, હેલ્પલાઇન નં. જાહેર
મલા પાછળના લોકોને સજા થશે
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું કે, હું પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલાની સખત નિંદા કરું છું. હું લોકોને ખાતરી આપું છું કે હુમલા પાછળના લોકોને સજા થશે. પોલીસ મહાનિર્દેશક અને અન્ય સુરક્ષા અધિકારીઓ સાથે વાત કરી છે. જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય અધિકારીઓને પહેલગામમાં દાખલ લોકોને તાત્કાલિક તબીબી સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઘાયલ પ્રવાસીને જીએમસી અનંતનાગ લઈ જવામાં આવ્યો છે. બધા ઘાયલો ઝડપી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું.