Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kolkata Doctor Rape Murder Case : લેડી ડૉક્ટર સાથે ક્રૂરતાની તમામ હદો પાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો

કોલકાતામાં લેડી ડૉક્ટર સાથે ક્રૂરતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ક્રૂરતાની પુષ્ટિ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મની પુષ્ટિ Kolkata Doctor Rape Murder Case : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક તાલીમાર્થી ડૉક્ટર સાથે બનેલી દુર્ઘટનાએ દેશભરના ડૉક્ટરોને હચમચાવી નાખ્યા છે. આ...
11:58 PM Aug 12, 2024 IST | Hardik Shah
Kolkata Doctor Rape Murder Case

Kolkata Doctor Rape Murder Case : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક તાલીમાર્થી ડૉક્ટર સાથે બનેલી દુર્ઘટનાએ દેશભરના ડૉક્ટરોને હચમચાવી નાખ્યા છે. આ ઘટનાના વિરોધમાં ડૉક્ટરોએ દેશભરમાં હડતાળનું એલાન કર્યું છે. ગઈકાલે, 11 ઓગસ્ટે, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પણ આ હડતાળની અસર જોવા મળી હતી. ભોપાલ એઈમ્સ અને સરકારી મેડિકલ કોલેજના ડૉક્ટરોએ કામ બંધ કરી દીધું હતું. ઓપીડી, ઓટી, લેબ સેવાઓ અને વર્ગો અનિશ્ચિત કાળ માટે બંધ રહ્યા હતા. માત્ર ઈમરજન્સી સેવાઓ જ ચાલુ રાખવામાં આવી હતી.

મુખ્ય આરોપીની ધરપકડ

પોલીસે આ ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. જો કે, ડૉક્ટરો પોલીસ તપાસથી સંતુષ્ટ નથી. તેઓ માને છે કે એક આરોપીની ધરપકડ કરીને મોટા ષડયંત્રને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડૉક્ટરોની માંગ છે કે આ કેસની CBI તપાસ કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરવામાં આવે. બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંતો મજુમદારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખીને મામલાની CBI તપાસની માંગ કરી છે. સાથે જ, તેમણે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને બંગાળની તમામ મેડિકલ કોલેજોની મુલાકાત લેવા માટે એક ટીમ મોકલવાની વિનંતી કરી છે.

પ્રિન્સિપાલે રાજીનામું આપ્યું

મહિલા ડોક્ટરનો મૃતદેહ 9 ઓગસ્ટની સવારે હોસ્પિટલના સેમિનાર હોલમાંથી પોલીસને મળ્યો હતો. પોલીસે આ કેસમાં બીજા દિવસે કાર્યવાહી કરી અને સંજય રોય નામના સ્વયંસેવકની ધરપકડ કરી. આ મામલે હોસ્પિટલના પ્રિન્સિપાલ સંદીપ ઘોષે પદ અને સરકારી સેવામાંથી રાજીનામું આપી દીધું છે. જણાવી દઇએ કે, મહિલા ડોક્ટરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. હવે તે રિપોર્ટ અનુસાર મહિલા ડોક્ટરના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેના શરીરના અનેક ભાગો પર ઈજાના નિશાન હતા. આ સાથે તેની ગરદનનું હાડકું પણ તૂટી ગયું હતું. રિપોર્ટ અનુસાર, પીડિતાને ટોર્ચર કરવામાં આવી હતી, ત્યારબાદ સવારે 4-5 વાગ્યાની વચ્ચે તેનું મોત થયું હતું.

આજે પોલીસે 7 ડોક્ટરોની પૂછપરછ કરી

જણાવી દઈએ કે, પોલીસે 7 જુનિયર ડોક્ટરોની પૂછપરછ કર્યા બાદ આ સમન્સ HODને મોકલ્યું છે. તેમાં ઈન્ટર્ન, હાઉસ સ્ટાફ અને અનુસ્નાતક તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકો ઘટનાની રાત્રે ફરજ પર હતા. આ સિવાય આ તમામ અધિકારીઓએ 31 વર્ષીય ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કરતા પહેલા ડિનર કર્યું હતું. સૂત્રોનું માનીએ તો, બંગાળ પોલીસ આ મામલે પૂછપરછ માટે હોસ્પિટલના કેટલાક વધુ ડોક્ટરોને પણ બોલાવી શકે છે.

આ પણ વાંચો:  Kolkata Rape : બેરહેમીથી દુષ્કર્મ અને હત્યા કરી આરોપી ઘેર જઇ સુઇ ગયો...

Tags :
bengal doctor rape caseBengal PoliceBhopal AIIMSBhopal AIIMS Doctors do strike from tomorrowDoctors strike in bhopalDoctors' strikeGovernment Medical CollegeGovernment Medical College Doctors do strike from tomorrowKG Kar HospitalKolkata doctor murderKolkata doctor rape caseKolkata Doctor Rape Murder CaseKolkata hospital murderKolkata Police on doctor rapeonly this facility remain operational in bhopal aiims or govt medical collegeWoman Doctor killed in Kolkata
Next Article