ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kolkata Doctor Murder Case : ગાંગુલીએ કાળો પ્રોફાઈલ ફોટો મૂકી વ્યક્ત કર્યો રોષ

કોલકાતા રેપ-મર્ડર કેસને લઈને સૌરવ ગાંગુલી ગુસ્સે છે કોલકાતા કેસ: સૌરવ ગાંગુલીએ કાળા પ્રોફાઈલ ફોટોથી વ્યક્ત કર્યો રોષ ગાંગુલીનો પ્રોફાઈલ ફોટો વાયરલ: કોલકાતા કેસ સામે સોશિયલ મીડિયા પર વિરોધ Kolkata Doctor Murder Case : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન...
09:56 AM Aug 20, 2024 IST | Hardik Shah
Kolkata Doctor Murder Case and Ganguly posted a black profile photo

Kolkata Doctor Murder Case : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) તાજેતરમાં કોલકાતામાં બનેલી દુઃખદ ઘટનાને લઈને ચર્ચામાં આવ્યા છે. તેમણે સૌરવ ગાંગુલીએ તાજેતરમાં કોલકાતા રેપ-મર્ડર કેસ (Kolkata Rape-Murder Case) પર નિવેદન આપ્યું હતું, જેના પર ઘણો વિવાદ થયો હતો. આ વિવાદ બાદ પૂર્વ કેપ્ટને આગળ આવીને પોતાનો ખુલાસો રજૂ કરવો પડ્યો હતો, પરંતુ હવે આ ઘટનાના વિરોધમાં સૌરવ ગાંગુલીએ ફરી એવું કામ કર્યું છે, જે વાયરલ થઈ રહ્યું છે.

કોલકતાની ઘટના પર ગાંગુલીનો અનોખો વિરોધ

કોલકાતામાં થયેલી એક દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ દેશભરમાં લોકોને હચમચાવી નાખ્યા છે. આ ઘટનાની નિંદામાં દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ દરમિયાન, સૌરવ ગાંગુલીએ પણ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે એક અનોખો રસ્તો અપનાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાના પ્રોફાઈલ ફોટોને કાળો કરી દીધો અને કેપ્શનમાં લખ્યું, "નવી પ્રોફાઈલ પિક." આનાથી સ્પષ્ટ થાય છે કે તે આ ઘટનાથી કેટલા દુઃખી છે. જોકે ભૂતપૂર્વ કેપ્ટને આ સિવાય બીજું કંઈ લખ્યું નથી, એવું માનવામાં આવે છે કે તેમણે આ પ્રોફાઇલ ફોટો ફક્ત કોલકાતા રેપ-મર્ડર કેસના વિરોધમાં બદલ્યો છે.

અગાઉનું વિવાદાસ્પદ નિવેદન

થોડા દિવસો પહેલા, ગાંગુલીએ આ ઘટના પર પોતાનું નિવેદન આપ્યું હતું, જેના પર ઘણો વિવાદ થયો હતો. તેમણે બંગાળી ભાષામાં આપેલા નિવેદનમાં કહ્યું હતું કે 'એક પુત્રીનો પિતા હોવાના નાતે હું આ ઘટનાથી ખૂબ જ દુખી છું. આવી ઘટનાને કારણે સમગ્ર સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી, કારણ કે આ માત્ર એક ઘટના છે. આ નિવેદનને લઈને લોકોએ તેમની ખૂબ ટીકા કરી હતી અને સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા. લોકોની ટીકા બાદ, ગાંગુલીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તે આ ઘટનાની નિંદા કરે છે અને ગુનેગારને કડક સજા મળવી જોઈએ. તેમણે કહ્યું કે તેમનું નિવેદન ખોટી રીતે અર્થઘટન કરવામાં આવ્યું હતું.

CBI ની તપાસ બાદ ગુનેગારને કડક સજા મળશે : ગાંગુલી

ઉલ્લેખનીય છે કે, હવે કોલકતા રેપ-મર્ડર કેસની CBI અને પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. સમગ્ર ઘટના પર ગાંગુલીએ કહ્યું કે, જે પણ થયું છે તે ખૂબ જ શરમજનક છે. હું આશા રાખું છું કે CBI ની તપાસ બાદ ગુનેગારને કડકમાં કડક સજા મળશે અને આ સજા એવી હોવી જોઈએ કે જીવનમાં ફરી કોઈ આવો ગુનો કરવાની હિંમત ન કરે. સજા આકરી હોય તે જરૂરી છે.

આ પણ વાંચો:  Indigo એ પેસેન્જર પાસેથી વસૂલ્યો 'Cute Charge', સોશિયલ મીડિયા પર શરૂ થઇ ચર્ચા

Tags :
Indian CricketerKolkata doctor murder casekolkata Rape murder caseSaurav Ganguly
Next Article