Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

KOLKATA DOCTOR CASE : પીડિતાએ મૃત્યુ પહેલા પોતાની ડાયરીમાં લખ્યા હતા આ શબ્દો, વાંચશો તો તમારું હ્રદય પણ પીગળી જશે

KOLKATA DOCTOR CASE માં થયો વધુ એક ખુલાસો પીડિતા મહિલાએ મૃત્યુ પહેલા લખી હતી ડાયરી પીડિતાના આ અંતિમ શબ્દો તમને પણ કરી દેશે ભાવુક KOLKATA DOCTOR CASE : કોલકાતામાં (KOLKATA) બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ આખા દેશને હચમચાવી દીધું...
kolkata doctor case   પીડિતાએ મૃત્યુ પહેલા પોતાની ડાયરીમાં લખ્યા હતા આ શબ્દો  વાંચશો તો તમારું હ્રદય પણ પીગળી જશે
  • KOLKATA DOCTOR CASE માં થયો વધુ એક ખુલાસો
  • પીડિતા મહિલાએ મૃત્યુ પહેલા લખી હતી ડાયરી
  • પીડિતાના આ અંતિમ શબ્દો તમને પણ કરી દેશે ભાવુક

KOLKATA DOCTOR CASE : કોલકાતામાં (KOLKATA) બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ આખા દેશને હચમચાવી દીધું છે. RG KAR MEDICAL COLLEGE માં મહિલા ડૉક્ટર સાથે થયેલી ક્રૂરતાનો ન્યાય માંગવા માટે લોકો રસ્તા ઉપર આવી રહ્યા છે.આ કેસ હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સૌ લોકો મહિલાને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે. હવે આ કેસમાં નવી અને ચોંકાવનારી વિગત સામે આવી છે. મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ થયું તે પહેલા તેને એક ડાયરી લખી હોવાનું સામે આવ્યું છે. આ ડાયરીમાં જે કઈ લખ્યું છે તેના વિશે જાણીને તમારું હ્રદય ચોક્કસપણે ઓગળી જશે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Advertisement

પીડિતાના આ શબ્દો તમને કરી દેશે ભાવુક

મહિલા ડૉક્ટરને ન્યાય અપવવા માટે તેના માતા - પિતા હાલ ઝઝૂમી રહ્યા છે. તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે - તેમની પુત્રી અભ્યાસમાં તેજસ્વી હતી. દીકરીએ ઘણો સંઘર્ષ કર્યો હતો અને ભવિષ્યમાં તેના સપના પૂરા કરવા માંગતી હતી. મહિલા ડૉક્ટરના માતા પિતાએ વધુમાં મહિલા દ્વારા લખવામાં આવેલી ડાયરી વિશે પણ વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, તેમની પુત્રીએ આ ડાયરી મૃત્યુના થોડા સમય પહેલા લખી હતી. આ ડાયરીમાં પુત્રીએ લખ્યું હતું કે - તે અભ્યાસમાં પોતે ટોપ કરવા માંગે છે. તેનું સ્વપ્ન એમડી કોર્સમાં ગોલ્ડ મેડલિસ્ટ બનવાનું છે. આ શબ્દો વાંચીને ચોક્કસપણે લાગે કે તે મહિલા પોતાના સપના પૂરા કરવા પાછળ કેટલી સમર્પિત હતી. મળતી માહિતીના અનુસાર, આ ડાયરી મહિલા ડોકટરે નાઈટ શિફ્ટમાં જતા પહેલા લખી હતી.

Advertisement

માતા-પિતાનું જીવન વિખેરાયું

પીડિતાના માતા - પિતાનું જીવન તેમના પુત્રી વિના હવે એકદમ વિખેરાઈ ગયું છે.તેમના માતા પિતાએ પુત્રીને ભણાવવા માટે પોતાનું બધુ જ ત્યાગ કરી દીધું હતું.પીડિતાના પિતા કહે છે, "હું મારી દીકરીને પાછી નહીં મેળવી શકું. પરંતુ, હું માત્ર હિંમત અને આશા રાખવા માટે કરી શકું છું. અમને દેશભરમાંથી જે સમર્થન મળી રહ્યું છે તે અમને ન્યાય માટે લડવાની હિંમત આપી રહ્યું છે."

આ પણ વાંચો : Noida: 'ક્યા રેટ લેગી...' કહીને મહિલા પત્રકારની છેડતી...!

Advertisement

Tags :
Advertisement

.