Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharat Ratna: જાણો... ભારત રત્ન પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ

Bharat Ratna: ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 2 જાન્યુઆરી 1954 ના રોજ 'Bharat Ratna' ની સ્થાપના કરી હતી. દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' છે. તે મહાન અને વિશ્વ વિખ્યાત વ્યક્તિઓને આપવામાં આવે છે. જો કે તે વ્યક્તિઓ કલા,...
bharat ratna  જાણો    ભારત રત્ન પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ

Bharat Ratna: ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 2 જાન્યુઆરી 1954 ના રોજ 'Bharat Ratna' ની સ્થાપના કરી હતી. દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' છે. તે મહાન અને વિશ્વ વિખ્યાત વ્યક્તિઓને આપવામાં આવે છે. જો કે તે વ્યક્તિઓ કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા અને રમતગમતના ક્ષેત્રોમાં નોંધપાત્ર અને અસાધારણ યોગદાન દ્વારા રાષ્ટ્રની સેવા કરે છે. તે ઉપરાંત થોડા વર્ષો બાદ રમતગમતના ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિઓ હાંસલ કરનારાઓને ભારત રત્ન આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.

Advertisement

માત્ર એક ખેલાડી ખેલ ક્ષેત્રે Bharat Ratna થી સન્માનિત

વર્ષ 2014 માં સચિન તેંડુલકર અત્યાર સુધીના એકમાત્ર એવા ભારતીય છે જેમને રમતગમતના ક્ષેત્રમાં ભારત રત્ન મળ્યો છે. કારણ કે... દર વર્ષે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે તેવું ફરજિયાત નથી. ભારતના પ્રધાનમંત્રી ભારત રત્ન માટેના નામોની ભલામણ રાષ્ટ્રપતિને કરે છે. જે બાદ રાષ્ટ્રપતિ દ્વારા તે વ્યક્તિને આ સન્માન આપવામાં આવે છે. આ પુરસ્કાર હેઠળ પ્રાપ્તકર્તાને રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કરેલ સનદ (પ્રમાણપત્ર) અને મેડલ મળે છે. આ પુરસ્કારમાં કોઈપણ નાણાકીય અનુદાન કરવામાં આવતું નથી.

Advertisement

ભારત રત્નની અગાઉની ડિઝાઈન 35 મીમીનો ગોળાકાર સુવર્ણ ચંદ્રક હતો જેના પર સૂર્ય કોતરાયેલો હતો. જેના પર હિન્દીમાં ભારત રત્ન લખેલું હતું અને નીચે પુષ્પાંજલિ હતી. તેની પીઠ પર રાષ્ટ્રીય પ્રતીક અને વાક્ય લખેલું હતું. આ પછી ભારત રત્નની ડિઝાઈન બદલવામાં આવી હતી. તે પછી ભારત રત્નની ડિઝાઈન તાંબાના બનેલા પીપળના પાન પર પ્લેટિનમનો ચમકતો સૂર્ય બનાવવામાં આવ્યો હતો. તેની નીચે ચાંદીમાં ભારત રત્ન લખવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Hit And Run : સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન! ટ્રક ચાલકોને હડતાળ સમેટવા અપીલ…

Tags :
Advertisement

.