Kerala માં ખતરનાક અકસ્માત, બસ ખાડામાં ખાબકી, 4 ના મોત અને 30 થી વધુ ઘાયલ
- Kerala ના ઇડુક્કીમાં સરકારી બસ ખાઈમાં પડી
- 4 ના મોત અને 30 થી વધુ ઘાયલ
- બ્રેક ફેલ થવાના કારણે નિયંત્રણ ગુમાયું
કેરળ (Kerala)ના ઇડુક્કીમાં એક KSRTC બસ ખાડામાં પડી. આ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત થયા હતા. અન્ય ઘણા મુસાફરો ઘાયલ થયા હતા. બસમાં 34 મુસાફરો અને ત્રણ કર્મચારીઓ હતા. KSRTC ની બસ તમિલનાડુના તંજાવુરથી માવેલીકેરા પરત ફરી રહી હતી. તમામ મુસાફરો માવેલિકેરાના રહેવાસી હતા.
એજન્સી પાસેથી મળેલી માહિતી અનુસાર પોલીસે જણાવ્યું કે સોમવારે સવારે પુલ્લુપારા પાસે એક સરકારી બસ ખાઈમાં પડતાં એક મહિલા સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, તે 34 મુસાફરો સાથે તમિલનાડુના તંજાવુરથી અલપ્પુઝા જિલ્લાના માવેલીકેરા પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન સવારે છ વાગ્યે આ અકસ્માત થયો હતો.
આ પણ વાંચો : પત્રકાર Mukesh Chandrakar હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા, મુખ્ય આરોપીની ધરપકડ
મોટી દુર્ઘટના થઈ શકે છે...
પોલીસે જણાવ્યું હતું કે, મૃતકોના મૃતદેહને મુંડકાયમની ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જે પોસ્ટમોર્ટમ પછી સંબંધીઓને સોંપવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ ત્યાંથી પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી હતી. હાલ તમામ ઘાયલોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે પુલ્લુપારામાં એક વળાંક પર બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી પરિણામે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને બસ 30 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. બસ ખાઈમાં પડતાની સાથે જ ઝાડમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
આ પણ વાંચો : Alert : ચીનમાં ફેલાયેલો ખતરનાક HMPV વાયરસ ભારત પહોંચ્યો, 8 મહિનાની બાળકી સંક્રમિત