KERALA : એક ભૂલે લીધો 5 ગાયોનો જીવ, મામલો રાજ્યના પશુપાલન મંત્રી સુધી પહોંચ્યો
KERALA : અબોલ પશુઓ સાથે ક્રૂરતાના કિસ્સાઓ હવે દિવસે દિવસે વધતી જાય છે. કેરળમાંથી (KERALA) આવો જ કિસ્સો સામે આવ્યો છે. કેરળની આ હ્રદયસ્પર્શી ઘટનામાં 5 ગાયોના કરૂણ મોત થયા છે. એક ખેડૂત પર આરોપ લગાવવામાં આવ્યો છે કે જેણે તેની ગાયો સાથે ક્રૂર વર્તન કર્યું, જેના કારણે 5 ગાયોના મોત થયા છે. આ 5 ગાયોના મૃત્યુ ઉપરાંત અન્ય 9 ગાયોની હાલત નાજુક છે. જેમના ઉપચાર હાલ ચાલી રહ્યા છે. મામલો સામે આવતા જ હિંદુ સંગઠનો રોષે ભરાયા હતા અને ખેડૂત વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. આ મામલાની ગંભીરતા એટલી હતી કે આ મામલો રાજ્યના પશુપાલન મંત્રી સુધી પણ પહોંચ્યો હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો
કેવી રીતે બની આ ઘટના
ગાયોની સંભાળ રાખતા ખેડૂતની એક ભૂલના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર ક્રૂરતાનો શિકાર બની હતી તે હસબુલ્લા નામના ડેરી ઓપરેટરની હતી. આ ગાયોની સંભાળ એક ખેડૂત રાખી રહ્યો હતો. આ ખેડૂત 20 વર્ષથી ગાયોની સંભાળ રાખી રહ્યો હતો. ગાયોની સંભાળ રાખતા તેમણે ગાયો માટે મેંદાના લોટથી બનાવેલ પરોઠા અને ફણસનું શાક અને આમલી ખવડાવી હતી.જો કે ગાયોને આપવામાં આવતા ખોરાકની માત્રા નક્કી હતી, પરંતુ ખેડૂતે તેમને આના કરતા વધુ ખોરાક આપ્યો. તેણે કહ્યું કે પશુ આહાર મોંઘો હોવાથી તેણે ગાયોને આવો ખોરાક આપ્યો. આ ખોરાક ખાવાના કારણે તેમના શરીરમાં ઘણું લેક્ટિક એસિડ બની ગયું હતું.
ગાયોના મૃત્યુ પાછળનું કારણ
આ ખોરાક બાદ ગાયો બેભાન અવસ્થામાં આવી ગઈ હતી. જે બાદ ડેરી ઓપરેટર હસબુલ્લાએ ગાયોને હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં 5 ગાયોને મૃત ઘોષિત કરવામાં આવી હતી. વધુમાં 9 ગાયોની હાલત નાજુક છે. જેમની હાલ સારવાર ચાલુ છે. ડોક્ટર પાસેથી જાણવા મળ્યું હતું કે, ઘણા બધા પરાઠા અને ફણસનું શાક ખાવાથી તેના શરીરમાં ઘણું લેક્ટિક એસિડ બની ગયું હતું. વધુમાં પરાઠા વાસી હશે, જેના કારણે ડીહાઈડ્રેશનને કારણે તેનું મૃત્યુ થયું. તેમને લીલો ચારો જ આપવાનું વધુ સારું છે. મામલાની ગંભીરતા એટલી હતી કે આ મામલો રાજ્યના પશુપાલન મંત્રી સુધી પણ પહોંચ્યો હતો.
આ પણ વાંચો : Delhi Water Crisis : દિલ્હીની જનતા પાણી વિહોણી, હવે શરૂ થઈ ટેન્કરોની અછત