દારૂ કૌભાંડના માસ્ટરમાઈન્ડ છે કેજરીવાલ: સંબિત પાત્રા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)દિલ્હી દારૂ કૌભાંડ મામલે (Delhi Liquor Case) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal,)ને પૂછપરછ મામલે બોલાવ્યા હતા. જોકે તેઓ હાજર ન થયા હતા. હવે આ મામલે BJPએ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા (Sambit Patra)એ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ તપાસથી ભાગી રહ્યા છે, તેઓ 2 નવેમ્બરે પણ ભાગ્યા હતા અને આજે પણ ભાગી ગયા. પાત્રાએ આક્ષેપ કર્યો કે, કેજરીવાલ દારૂ કૌભાંડના માસ્ટરમાઈન્ડ છે અને તેમના દારૂના હિસાબની ગણતરી ચાલી રહી છે. તેમણે કહ્યું કે, વિપક્ષને જોડનાર ફેવિકૉલ પણ શરાબ છે અને ઈન્ડિયા ગઠબંધનને શરાબએ જ જોડ્યો છે.
#WATCH | BJP leader Sambit Patra says, "...On 2nd November, ED summoned Arvind Kejriwal in connection with the excise policy scam...I have already said that the Fevicol that connects INDI Alliance is - alcohol...More than Rs 350 Crores of cash was counted. It was all proceedings… pic.twitter.com/bVsdsV9MR6
— ANI (@ANI) December 21, 2023
'કોઈ નેતા કૌભાંડ કરીને ભાગી રહ્યા છે'
તેમણે કહ્યું, "સનાતનનું અપમાન કેવી રીતે કરવું, ભારતીય સભ્યતાનું અપમાન કેવી રીતે કરવું, વડીલોનો અનાદર કેવી રીતે કરવો... આજે બંને વિષયો ભારતીય રાજકારણ અને ભારતીય મીડિયાના સમાચારોનું કેન્દ્ર બની ગયા છે. કેટલાક નેતાઓ દારૂનું કૌભાંડ કરીને ભાગી રહ્યા છે. બીજેપી નેતાએ કહ્યું, "બીજી તરફ એવા પણ નેતાઓ છે જેમણે ભારતના ઉપરાષ્ટ્રપતિની મજાક ઉડાવી છે અને તે પછી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સાથે જ કહ્યું કે તમે જાણો જ છો ને 2 નવેમ્બરના રોજ EDએ અરવિંદ કેજરીવાલને દારૂના મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. આ કરોડોનો ગોટાળો થયો હોવાનો અમે દાવો નથી કરી રહ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓ આ મામલે પૂછપરછ કરી રહી છે.
મતગણતરીનાં દિવસે નોટોની ગણતરી ચાલી રહી હતી
પાત્રાએ વધુમાં જણાવ્યું કે 3જી ડિસેમ્બરથી મતગણતરી ચાલી રહી હતી અને અન્ય નોટોની ગણતરી પણ ચાલી રહી હતી. સાડા ત્રણસો કરોડ રૂપિયાથી વધુની નોટો ગણાય છે, તે દારૂના કૌભાંડના પૈસા હતા, જે કોંગ્રેસના નેતા ધીરજ સાહુના ઘરેથી બહાર આવ્યા હતા. તો બીજી તરફ કેજરીવાલ પર નિશાનો સાધતા જણાવ્યુ કે અગાઉ 2 નવેમ્બરે, જ્યારે તેમને ED દ્વારા બોલાવવામાં આવ્યા હતા, ત્યારે તેમણે એક પત્ર લખ્યો હતો. કેજરીવાલે તે પત્રમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી હોવાના કારણે મારી કેટલીક જવાબદારીઓ છે અને તેથી જ દિવાળી દરમિયાન તે મારે માટે દિલ્હીમાં રહેવું ફરજિયાત છે.
છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે. આનો ઉલ્લેખ કેજરીવાલે પણ કર્યો હતો. ત્યારબાદ ફરી તેમને પત્ર લખ્યો તો કેજરીવાલે કહ્યું કે તેઓ વિપસના માટે જઈ રહ્યા છે. સંબિત પાત્રાએ કહ્યું કે કેજરીવાલ અને કર્તવ્ય એક સાથે ન ચાલી શકે. તેમણે કહ્યું કે શાસનમાં ભાગ લેવો એ જનપ્રતિનિધિની જવાબદારી છે પરંતુ તે 2 નવેમ્બરે પણ ભાગી ગયો હતો અને આજે ફરી ભાગી ગયા.