Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kedarnath Temple: કેદારનાથમાં તપમાન -7 ડિગ્રી નોંધાયું, લોકો બરફનો પાણી પીવામાં ઉપયોગી કરી રહ્યાં

ઉત્તરાખંડમાં શિયાળાની અસર દેખાવા લાગી છે. પહાડો પર થઈ રહેલી હિમવર્ષાને કારણે હવે મેદાની વિસ્તારોમાં પણ ઠંડીમાં વધારો થયો છે. સવારે અને સાંજે ઠંડી જામી રહી છે અને દિવસ દરમિયાન મેદાની વિસ્તારોમાં સૂર્ય ચમકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ...
kedarnath temple  કેદારનાથમાં તપમાન  7 ડિગ્રી નોંધાયું  લોકો બરફનો પાણી પીવામાં ઉપયોગી કરી રહ્યાં

ઉત્તરાખંડમાં શિયાળાની અસર દેખાવા લાગી છે. પહાડો પર થઈ રહેલી હિમવર્ષાને કારણે હવે મેદાની વિસ્તારોમાં પણ ઠંડીમાં વધારો થયો છે. સવારે અને સાંજે ઠંડી જામી રહી છે અને દિવસ દરમિયાન મેદાની વિસ્તારોમાં સૂર્ય ચમકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હિમાલયની પર્વતમાળામાં બરફ છવાઈ ગયો છે.

Advertisement

ચમોલી, ઉત્તરકાશી, પિથોરાગઢ, રુદ્રપ્રયાગ, બાગેશ્વર જિલ્લામાં ઉપરી પહાડીઓ પર ભારે હિમવર્ષાના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે.

Advertisement

ચારધામમાં હિમવર્ષા થઈ રહી છે. વેલી ઓફ ફ્લાવર્સ, હેમકુંડ સાહિબ, તુંગનાથ, મદમહેશ્વર, હરસિલ, ઉત્તરકાશી અને ઓલી વિસ્તારો પણ બરફથી ઢંકાયેલા છે. હવામાન વિભાગે બુધવારે પર્વતોમાં વરસાદની આગાહી કરી છે.

Advertisement

કેદારનાથ ધામમાં તાપમાન માઈનસ 7 ડિગ્રીએ પહોંચી ગયું છે. ગંગોત્રી-યમુનોત્રીમાં પણ તાપમાન શૂન્યથી નીચે જઈ રહ્યું છે. ઠંડી એટલી વધી ગઈ છે કે પુનઃનિર્માણનું કામ કરતા કામદારો પીગળેલા બરફનું પાણી પી રહ્યા છે. તો કેદારનાથની આજુ-બાજુમાં આવેલ ઘરનાં નળમાં પાણી જામી ગયું છે.

કેદારનાથ ધામમાં ઠંડીના કારણે અહીં રહેતા મજૂરો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. તે ઉપરાંત બદ્રીનાથમાં મહત્તમ -1 અને લઘુત્તમ -8 ડિગ્રી તાપમાન, ઔલીમાં મહત્તમ 3, લઘુત્તમ -3 અને જોશીમઠમાં મહત્તમ 9, લઘુત્તમ -2 તાપમાન નોંધવામાં આવ્યું હતું.

આ દિવસોમાં ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં અત્યંત ઠંડી પડી રહી છે. ઉત્તરકાશી જિલ્લાની હર્ષિલ ખીણમાં ઠંડીના કારણે નાના ઝરણા અને નાળાઓમાં પાણી જામવા લાગ્યું છે.

Tags :
Advertisement

.