Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kedarnath Devotees: ચારધામ યાત્રામાં પહેલા દિવસે પહોંચ્યા રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ

Kedarnath Devotees: હિમાલયના ખોળામાં વસેલા કેદારનાથ (Kedarnath) ના મંદિરના કપાટ છ મહિના બાદ શ્રદ્ધાળુ (Devotees) ઓ માટે ખોલી નાખવામાં આવ્યા છે. અક્ષય તૃતીયના પર્વ પર કેદારનાથના કપાટ ખુલ્લા કરવામાં આવ્યા હતા. તો 5 મે, 2024 ના રોજ બદ્રીનાથના કપાટ શ્રદ્ધાળુ...
11:32 PM May 11, 2024 IST | Aviraj Bagda
Kedarnath Devotees

Kedarnath Devotees: હિમાલયના ખોળામાં વસેલા કેદારનાથ (Kedarnath) ના મંદિરના કપાટ છ મહિના બાદ શ્રદ્ધાળુ (Devotees) ઓ માટે ખોલી નાખવામાં આવ્યા છે. અક્ષય તૃતીયના પર્વ પર કેદારનાથના કપાટ ખુલ્લા કરવામાં આવ્યા હતા. તો 5 મે, 2024 ના રોજ બદ્રીનાથના કપાટ શ્રદ્ધાળુ (Devotees) ઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. ત્યારે મંદિર ખોલ્યાની સાથે તેને પુષ્પોથી શણગારવામાં આવ્યા છે.

ત્યારે કેદારનાથ (Kedarnath) અને બદ્રીનાથના કપાટ ખુલ્યાની સાથે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. જોકે આ વખતે 10 મે પહેલા જ ચાર ધામમાંથી 3 ધામ પૈકી Kedarnath, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખુલ્લા મુકવામાં આવ્યા છે. સરકારે જાહેર કરેલા આંકડાઓ અનુસાર હાલમાં, 29 હજાર શ્રદ્ધાળુ કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની સાથે 3 ધામ યાત્રા માટે ઉમટી પડ્યા છે. આ શ્રદ્ધાળુમાં અનેક વિદેશ લોકો પણ છે.

આ પણ વાંચો: Char Dham Yatra ના યાત્રીઓ આ વાત નોંધી લે..

24 કલાક સુરક્ષા અધિકારીઓ કેદારનાથમાં

જોકે મુખ્યમંત્રી પુષ્પકર સિંહ ધામીએ Kedarnath ધામ, Kedarnath મંદિર સુધી જતો માર્ગ અને હેલીપેડને કોઈ પણ નુકસાન ના થાય, તે માટે ખાસ સુરક્ષા નિયુક્ત કરી છે. તે ઉપરાતં દરેક વિસ્તારમાં સીસીટીવી કેમરા લગાવવામાં આવ્યા છે. તો બીજી તરફ અમૂક દૂરી પણ કંટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં 24 કલાક સુરક્ષા અધિકારીઓ કેદારનાથમાં થતી દરેક ગતિવિધિ પર બાજનજર રાખશે.

આ પણ વાંચો: Chardham Yatra : ચારધામ યાત્રાનો પ્રારંભ, મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી

કેદારનાથ ધામના દરવાજા સવારે 7 વાગ્યે ખોલવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત Kedarnath ધામના દરવાજા સવારે 7 વાગ્યે ખોલવામાં આવ્યા હતા, જ્યારે ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત યમુનોત્રી ધામના દરવાજા સવારે 10.29 વાગ્યે અને ગંગોત્રીના દરવાજા બપોરે 12.25 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન ધામોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: આવતીકાલથી શરૂ થશે Chardham Yatra, પ્રથમ દિવસે કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રીના દરવાજા ખુલશે…

Tags :
chardham yatraDevoteesKedarnathKedarnath Devotees
Next Article