ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

KEDARNATH: ભાજપના ધારાસભ્ય શૈલારાણી રાવતનું નિધન

KEDARNATH: ઉત્તરાખંડની કેદારનાથ (KEDARNATH )વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય શૈલારાણી રાવત (68)નું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. રાત્રે 10.30 વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ધારાસભ્ય શૈલારાણી બે દિવસથી...
11:29 AM Jul 10, 2024 IST | Hiren Dave

KEDARNATH: ઉત્તરાખંડની કેદારનાથ (KEDARNATH )વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય શૈલારાણી રાવત (68)નું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. રાત્રે 10.30 વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ધારાસભ્ય શૈલારાણી બે દિવસથી મેક્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. તેમની કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હતું. આ પછી તેમની સર્જરી થઈ.

રાજકીય સફર કેવી રહી?

ધારાસભ્ય શૈલારાણીએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજકીય સફરની શરૂઆત કરી હતી. તે વર્ષ 2012માં વિધાનસભામાં પહોંચ્યા હતા. હરીશ રાવતની સરકાર દરમિયાન કોંગ્રેસમાં બળવો થયો ત્યારે શૈલરાણી પણ પાર્ટીના 9 વરિષ્ઠ ધારાસભ્યો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કેદારનાથ સીટ પરથી

કરોડરજ્જુના ફ્રેક્ચર પછી તેણીની સર્જરી બાદ ધારાસભ્ય શૈલરાણી સ્વસ્થ થયા નથી. શૈલારાણી રાવત 2017માં ચૂંટણી પ્રચાર દરમિયાન પડી ગઈ હતી, જેના કારણે તેમને આંતરિક ઈજા થઈ હતી. તેમને કેન્સર પણ થઈ ગયું હતુ. લગભગ ત્રણ વર્ષ સુધી સારવાર બાદ, તે સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા અને ફરીથી રાજકારણમાં સક્રિય થયા.

સીએમ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં શૈલારાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે કેદારનાથ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી શૈલા રાની રાવતના નિધનના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. તેમની વિદાય એ પક્ષ અને વિસ્તારના લોકો માટે ન પુરી શકાય તેવી ખોટ છે. તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને જનસેવા પ્રત્યેનું સમર્પણ હંમેશા યાદ રહેશે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માને તેમના ચરણોમાં શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યો અને સમર્થકોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે.

આ પણ  વાંચો  - JAMMU KASHMIR : બે મહિનામાં એક જ પરિવારના બે દીકરાએ દેશ માટે શહીદી વહોરી

આ પણ  વાંચો  - Rajnath Singh Birthday: ભૌતિકશાસ્ત્રના લેક્ચરરથી દેશના સંરક્ષણ પ્રધાન સુધીની સફર, વાંચો અહેવાલ

આ પણ  વાંચો  - Earthquake : Maharashtra માં ભૂકંપને કારણે હિંગોલીની જમીન ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર 4.5 ની તીવ્રતા…

Tags :
BJPDehradunKedarnathmax hospitalPoliticsshaila rani rawatUttarakhand
Next Article