ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કર્ણાટકના MLA પર વિધાનસભાની અંદર મહિલા સાથે દુષ્કર્મનો આરોપ

મુનીરત્ન નાયડુ પર ગંભીર આરોપ કર્ણાટકના ધારાસભ્ય વિરુદ્ધ SIT તપાસ શરૂ મુનીરત્ન પર મહિલાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ મારી સાથે વિધાનસભામાં કરાયો દુષ્કર્મ : મહિલાનો આરોપ કર્ણાટકના ધારાસભ્ય મુનીરત્ન નાયડુ (Karnataka BJP MLA Munirathna Naidu) સામે એક મહિલાએ ગંભીર આરોપો...
12:55 PM Sep 27, 2024 IST | Hardik Shah
Rape allegation against BJP MLA Munirathna

કર્ણાટકના ધારાસભ્ય મુનીરત્ન નાયડુ (Karnataka BJP MLA Munirathna Naidu) સામે એક મહિલાએ ગંભીર આરોપો લગાવતાં પોલીસ (Police) માં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ જણાવ્યું છે કે, ધારાસભ્યએ વિધાનસભાની અંદર અને સરકારી વાહનમાં તેના પર દુષ્કર્મ કર્યો હતો. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ધારાસભ્ય મુનીરત્ન (MLA Munirathna) એ તેની સાથે ઘણી વખત દુષ્કર્મ કર્યો હતો. આટલું જ નહીં તેને હની ટ્રેપમાં પણ ફસાવી દેવામાં આવી હતી. જણાવી દઈએ કે, તે પહેલાથી જ કસ્ટડીમાં છે. હવે તેમને SIT કસ્ટડીમાં લઇ જવામાં આવ્યા છે. જો કે ભાજપના ધારાસભ્યએ તેમના પર લાગેલા તમામ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.

મુનીરત્ન વિરુદ્ધ SIT તપાસનો આદેશ

મહિલાએ પોલીસને જણાવ્યુ છે કે ધારાસભ્ય મુનીરત્ને તેના સાથે અનેકવાર બળાત્કાર કર્યો હતો. તેણીએ આ મામલામાં વધુ વિગત આપતાં જણાવ્યું છે કે તે હની ટ્રેપનો શિકાર બની હતી. એક અહેવાલ અનુસાર, કર્ણાટક સરકારે મુનીરત્નના વિરુદ્ધ SIT તપાસનો આદેશ આપ્યો હતો. અગાઉ તે કોન્ટ્રાક્ટરને ધમકાવવા અને તેની સાથે ગેરવર્તન કરવા બદલ જેલમાં હતા. આ પછી એક મહિલા સામાજિક કાર્યકરનો આરોપ છે કે મુનીરત્ના તેને મત્યાલનગરમાં તેના વેરહાઉસમાં લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. મહિલાએ મુનીરત્નના બંદૂકધારી અને 6 સહયોગીઓ પર તેને ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. મહિલાએ કહ્યું કે, ધારાસભ્યએ તેનો ઉપયોગ પૂર્વ કાઉન્સિલરના પતિને હની ટ્રેપ કરવા માટે કર્યો હતો. દરમિયાન કર્ણાટક સરકારે મુનીરત્ન સામે SIT તપાસનો આદેશ આપ્યો હતો.

ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું

મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું અને મુનીરત્નએ તેને ધમકી આપી હતી કે જો તેણીએ આ બાબતનો ખુલાસો કર્યો તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. પીડિતાએ દાવો કર્યો હતો કે, "ભાજપના ધારાસભ્યએ મને હની ટ્રેપ લગાવવા દબાણ કર્યું. તેણે મને મારી નાખવાની ધમકી આપીને કામ કરાવ્યું." મહિલાએ નાયડુના ગનમેન સહિત તેના 6 સહયોગીઓ પર અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાનો અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. તેણીએ એવો પણ દાવો કર્યો હતો કે નાયડુએ ભૂતપૂર્વ કાઉન્સિલરના પતિને હની ટ્રેપ કરવા માટે તેનો ઉપયોગ કર્યો હતો. કેસ હવે SIT હેઠળ છે, અને તપાસ ચાલુ છે. મુનીરત્નએ આરોપોને નકારી કાઢ્યા હોવા છતાં, આરોપોની ગંભીરતાને લીધે રાજકીય અને સામાજિક હલચલ મચી ગઈ છે.

અગાઉ 2012માં ભાજપ સરકારના બે મંત્રી લક્ષ્મણ સાવડી અને સીસી પાટીલ મોબાઈલ પર Porn જોતા કેમેરામાં ઝડપાયા હતા. 2023માં પણ ત્રિપુરા વિધાનસભા સત્રની કાર્યવાહી દરમિયાન ભાજપના ધારાસભ્ય જાદબ લાલ નાથ મોબાઈલ પર Porn જોતા પકડાયા હતા. આ પછી પાર્ટીએ તેમને બરતરફ કરી દીધા હતા.

આ પણ વાંચો:  Haryana Assembly Elections પહેલા કોંગ્રેસને ઝટકો, ED એ પાર્ટીના MLA ની સંપત્તિ કરી જપ્ત

Tags :
BJP MLA Munirathna NaiduBJP MLA Munirathna Naidu NewsBJP Scandalbjp-mlaBlackmailcustodyGujarat FirstHardik ShahHoney TrapKarnatakaKarnataka BJP MLA Munirathna NaiduKarnataka MLALaw Enforcement ResponseLegislative EthicsMedia CoverageMunirathna NaidupolicePolice complaintPolitical AccountabilityPolitical ControversyPrevious IncidentsPublic ReactionRapeSexual AssaultSITSIT Investigationsocial activistthreatsVictim StatementVideo Evidence
Next Article