કર્ણાટક સરકારે મંદિરોના જીર્ણોદ્ધાર માટે ભંડોળ આપવાનું બંધ કર્યું
કોંગ્રેસની આગેવાની હેઠળની કર્ણાટક સરકારના મંદિરોના જીર્ણોદ્ધાર અને વિકાસ કાર્ય માટે ભંડોળ બંધ કરવાના નિર્ણયને હિન્દુ સંગઠનો અને ભાજપ દ્વારા વ્યાપક નિંદા કરવામાં આવી છે.
સરકારે રાજ્યની હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગ દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે અને તમામ જિલ્લા કમિશનરોને તાત્કાલિક અસરથી અમલ કરવા આદેશ કરાયો છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો મંદિરોમાં રિનોવેશનનું કામ માટે સરકારી ભંડોળ ફાળવવામાં આવશે નહીં, હાલ જે 50 ટકા ભંડોળ આપવાની વહીવટી મંજૂરી આપવામાં આવે છે, તો તેને પણ અટકાવી દેવી જોઈએ.
જો હાલ કોઈ વહીવટી મંજૂરી માટે કોઈ દરખાસ્ત હોય, તો તેને પણ અટકાવી દેવી. એમ આદેશમાં વધુમાં જણાવાયું છે.
વિકાસની નિંદા કરતા, મુઝરાઈ અને વક્ફના ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના ધારાસભ્ય શાહિકલા જોલેએ કહ્યું કે:"રાજ્ય સરકારનો આ આદેશ એકપક્ષીય છે જે યોગ્ય નથી. હું મંદિરો માટેના ભંડોળને રોકવાના સરકારના પગલાની નિંદા કરું છું. સરકારે મંદિરોને પૂર્વગ્રહયુક્ત માનસિકતાથી ન જોવું જોઈએ. અગાઉની ભાજપ સરકાર વખતે ફાળવવામાં આવેલ ભંડોળ બહાર પાડવાની સરકાર અને મંત્રીની ફરજ છે.
આ નિર્ણય પાછો લેવો જોઈએ. રાજ્યમાં આવેલા મંદિરોનો જીર્ણોદ્ધાર કરીને તેનો વિકાસ કરવો જોઈએ. જો તેમ નહીં થાય તો સરકારને ઉગ્ર વિરોધનો સામનો કરવો પડશે. ભારતીય સંસ્કૃતિમાં મંદિરોનું ઘણું મહત્વ છે. અમારા (ભાજપ)ના કાર્યકાળ દરમિયાન મંદિરો અને ધાર્મિક કેન્દ્રોના જીર્ણોદ્ધાર માટે ભંડોળ ફાળવવામાં આવ્યું હતું."
આ આદેશે વિવાદ ઉભો કર્યો છે કારણ કે આ પહેલાં સરકારની મફત મુસાફરી યોજના શરૂ થયા પછી રાજ્યના મોટાભાગના મંદિરો લગભગ હંમેશા ભક્તોથી ભરેલા હોય છે અને દરેક મંદિરમાં દાનભેટની રકમ ડબલ થઈ ગઈ હતી.