Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bengaluru Water Crisis: બેંગલુરૂવાસીઓ માટે પાણીના ફાંફા ! બિનજરૂરી પાણીના ઉપયોગ પર 5 હજારનો દંડ

Bengaluru Water Crisis: ઉનાળો શરૂ થતા પહેલા જ કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં લોકો પાણી માટે તરસી રહ્યાં છે. બેંગલુરૂમાં અત્યારે પાણીનો દુકાળ પડ્યો હોય તેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. અહીં લાખો લોકો ચોખ્ખું પાણી પીવા માટે પરેશાનીનો સામનો કરી રહ્યાં...
bengaluru water crisis  બેંગલુરૂવાસીઓ માટે પાણીના ફાંફા    બિનજરૂરી પાણીના ઉપયોગ પર 5 હજારનો દંડ

Bengaluru Water Crisis: ઉનાળો શરૂ થતા પહેલા જ કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં લોકો પાણી માટે તરસી રહ્યાં છે. બેંગલુરૂમાં અત્યારે પાણીનો દુકાળ પડ્યો હોય તેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. અહીં લાખો લોકો ચોખ્ખું પાણી પીવા માટે પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. અહીં લોકો ન્હાવા માટે અને અન્ય વપરાશ માટે ઉપયોગ કરવા માટે કેટલીય વખત વિચારતા હોય છે. બિનજરૂરી ઉપયોગ માટે અહીં પાણીના વાપરવા માટે પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. આ સાથે જો કોઈ વ્યક્તિ બિનજરૂરી ઉપયોગ માટે પાણીનો ઉપયોગ કરશે તો 5000 હજાર સુધીનો દંડ કરવામાં આવે છે.

Advertisement

શહેર માટે 2100 MLD પાણીની જરૂરિયાત પરંતુ...

બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (BWSSB) ના ચેરમેન ડો. વી. રામ પ્રસાદ મનોહરે કહ્યું હતું કે, ‘બેંગલુરુ શહેરના રહેવાસીઓ માટે 2100 MLD પાણીની જરૂરિયાત છે. દરરોજ 1450 MLD પાણી પમ્પ કરવામાં આવે છે. વધારાના 110 ગામોમાં પાણી આપવાનું કામ પણ ચાલી રહ્યું છે. અમારા ભૂગર્ભ જળ સ્તરમાં ભારે ઘટાડો થયો છે.’ ઉલ્લેખનીય છે કે, અત્યારે આ શહેરના પાણીના તળ સાવ નીચે ગયા છે. જેથી પાણી તંગી ઉભી થઈ છે.

શહેરમાં પાણીને લઈને સર્જાઈ વિકટ સમસ્યાઓ

સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો અધિકારીએ કહ્યું હતું કે, ‘અપાર્ટમેન્ટમાં રહેવા વાળા લોકો પહેલેથી જ બોરવેલના પાણી પર નિર્ભર હતા પરંતુ હવે તેઓ જળબોર્ડ પર નિર્ભર છે. બેંગલુરૂ શહેરણાં 100 કિમી દુર આવેલ કાવેરી નદીમાંથી પાણા આવે છે. અમે અત્યારે પાણીની સમસ્યાને દુર કરવા માટે પ્રયત્નો કરી રહ્યાં છીએ, જો કે, તે વાતની ખાત્રી કરવામાં આવી હતીં કે, બેંગલુરૂમાં પીવાના પાણીની કોઈ સમસ્યા નથી.’

Advertisement

બિનજરૂરી પાણીનો ઉપયોગ કર્યો તો 5000 નો દંડ

કર્ણાટકની સરકાર અત્યારે પાણીને લઈને આકરા નિર્ણયો લઈ રહીં છે. શહેરમાં પાણીની ગંભીર સમસ્યાને લઈને કર્ણાટક પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે કાર ધોવી, બગીચામાં પાણીનો ઉપયોગ, ભવન નિર્માણ, પાણીના ફુવારા અને રસ્તાનું નિર્માણ અને જાળવણી માટે પાણીનો ઉપયોગ કરવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, ‘આદેશનું ઉલ્લંઘન કરવા પર 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે.’

સરકાર અન્ય કામોની તુલનાએ પાણી માટે પહેલા કામ કરશેઃ શિવકુમાર

ઉલ્લેખનીય છે કે, અત્યારે શહેરમાં પાણીની ગંભીર સંકટની નીચે છે. આ મામલે કર્ણાટક સરકારે આ બાબતે આકરા નિર્ણય લીધા અને સમાધાન કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક પણ બોલાવી છે. કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે વિધાનસભામાં પણ કહ્યું હતું કે, સરકાર અત્યારે અન્ય કાર્યોની તુલનામાં પાણીની સમસ્યાના નિવારણ માટે વધારે કામ કરી રહીં છે. વધુમાં શિવકુમારે કહ્યું હતું કે, ‘પ્રાથમિક સિંચાઈ પરિયોજનાઓનો વિકાસ અને ટાંકીઓ ભરવાની છે. રસ્તાઓ જેવા અન્ય કામો પછી કરવામાં આવશે. અમે આ અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી ચૂક્યા છીએ.’

Advertisement

આ પણ વાંચો: Alappuzha: આ લોકસભા બેઠકમાં કોંગ્રેસને ‘હાર-જીત’ બંને મળશે! જાણો અટપટું ગણિત
આ પણ વાંચો: PM Modi Assam Visit: ‘દુનિયાભરમાં પ્રસિદ્ધ છે આસામની ચા’, ચાના બગીચાની મજા માણતા વડાપ્રધાન
આ પણ વાંચો: Uttar Pradesh: ધાર્મિક વ્યક્તિના હાથમાં સત્તા આવે તો પરિણામ સારા આવે, ન્યાયાધીશે કર્યા સીએમ યોગીના વખાણ
Tags :
Advertisement

.