Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

J&K : જવાનોને લઈ જઈ રહેલા બે વાહનો પર આતંકી હુમલો, 3 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાંથી (Rajouri) એક મોટા સમાચાર આવ્યા છે. રાજૌરી સેક્ટરના થાનામંડી (Thanamandi) વિસ્તારમાં બે સૈન્ય વાહનો પર આંતકવાદીઓએ હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા છે. આ આતંકી હુમલા બાદ...
j amp k   જવાનોને લઈ જઈ રહેલા બે વાહનો પર આતંકી હુમલો  3 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાંથી (Rajouri) એક મોટા સમાચાર આવ્યા છે. રાજૌરી સેક્ટરના થાનામંડી (Thanamandi) વિસ્તારમાં બે સૈન્ય વાહનો પર આંતકવાદીઓએ હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા છે. આ આતંકી હુમલા બાદ ભારતીય સેનાના જવાનો પણ વળતો જવાબ આપવા માટે જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. સૈનિકો ગત સાંજથી આ વિસ્તારમાં ચાલી રહેલા આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશનને વધુ મજબૂત કરવા જઈ રહ્યા હતા. આ ઓપરેશન 48 રાષ્ટ્રીય રાઈફલ્સ વિસ્તારમાં થઈ રહ્યું છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. એમ આર્મી અધિકારીએ જણાવ્યું હતું.

Advertisement

જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) રાજૌરીમાં આવેલ થાનામંડી વિસ્તારમાં આજે સેનાના કેટલાક જવાનને લઈ જઈ રહેલા બે વાહન પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. માહિતી છે કે આ આંતકી હુમલામાં સેનાના 3 જવાન શહીદ થયા છે, જ્યારે 3 જવાન ઇજાગ્રસ્ત થયા છે. સેનાના વાહન બફલિયાજથી જવાનોને લઈ જઈ રહ્યા હતા. બફલિયાજમાં બુધવારથી આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જે હાલ પણ ચાલુ છે. બફલિયાજ સાથે સુરનકોટમાં પણ એક સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Advertisement

સુરનકોટ અને બફલિયાજમાં સર્ચ ઓપરેશન

Advertisement

સેના તરફથી એવી માહિતી મળી છે કે, સુરનકોટ અને બફલિયાજના (Surankot with Bafliaj) સામાન્ય ક્ષેત્રમાં ગઈકાલે એક સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ગુરુવારે પણ આ અભિયાન ચાલુ છે. આતંકવાદીઓની ધરપકડ કરવા માટે વધારાના દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓએ સેનાના વાહન પર ઘાત લગાવીને હુમલો કર્યો. સુરનકોટના ડેરા કી ગલી (DKG) જંગલ વિસ્તારમાં આ ઘટના બની હતી. જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો છે.

આ પણ વાંચો - Winter Solstice 2023: આજે વર્ષનો સૌથી ટૂંકો દિવસ અને લાંબી રાત્રિ,વાંચો અહેવાલ

Tags :
Advertisement

.