J&K Attack: પહલગામના બાયસનમાં આંતકી હુમલો થતા સર્ચ ઓપરેશન શરુ
- જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો
- આતંકી હુમલામાં 6 પર્યટકો થયા ઈજાગ્રસ્ત
- પહલગામના બાયસન ગામ નજીકની ઘટના
- સુરક્ષાદળો દ્વારા આતંકવાદીઓની શોધખોળ
- સમગ્ર વિસ્તારની સુરક્ષાદળોએ કરી ઘેરાબંધી
- રાજસ્થાનના પર્યટકોના ગ્રુપ પર કરાયું ફાયરિંગ
J&K Attack: જમ્મુ-કાશ્મીરના (J&K Attack)પહેલગામમાં આતંકવાદી હુમલો (pulwama terror attack)કરવામાં આવ્યો છે. આ હુમલા દરમિયાન પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે. જેમાં બે પ્રવાસીઓની હાલત ગંભીર છે. સુરક્ષા દળોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સૈનિકોએ વિસ્તારમાં હાજર આતંકવાદીઓની શોધ શરૂ કરી દીધી છે. પ્રવાસીઓને પુરતી સુરક્ષા આપવામાં આવી રહી છે. સાથે જ વિસ્તારની સુરક્ષા સઘન કરાઇ છે.
આતંકવાદી હુમલા મામલે પોલીસની પ્રતિક્રિયા
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો છે. કેટલાક પ્રવાસીઓને ગોળી પણ વાગી છે. ઘટનાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, હજુ સુધી આ હુમલાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યુ હતુ કે ડરવાની જરુર નથી. પોલીસે તમામ સુરક્ષાના બંદોબસ્ત કર્યા છે. વિસ્તારમાં ગોળીબારના અવાજો પણ સંભળાયા હતા. સુરક્ષા દળોની ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ ઘટનામાં6 પ્રવાસીઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો -UPSCનું ફાઈનલ પરિણામ જાહેર, ટોપ-5માં બે ગુજરાતી મહિલા સામેલ
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ ડીજીપી એસપી વૈદે હુમલા વિશે શું કહ્યું?
પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો ચિંતાજનક સમાચાર છે. થોડા સમયમાં અમરનાથ યાત્રા પણ આવી રહી છે અને બેઝ કેમ્પ પહેલગામમાં જ છે. રાજ્યમાં પ્રવાસન હાલમાં ચરમસીમાએ છે. કારણ કે ભારતના મોટાભાગના ભાગોમાં ભારે ગરમી પડી રહી છે.મોટાભાગના આતંકવાદીઓ પ્રવાસીઓ પર હુમલો કરતા નથી. કારણ કે તેનાથી સ્થાનિક લોકોના વ્યવસાય પર અસર પડશે. આ પ્રવાસીઓ જ્યાં પહોંચ્યા હતા તે સ્થળ પર્વતની ટોચ પર હતું, પોલીસકર્મીઓ દરેક જગ્યાએ પહોંચી શકતા નથી. આતંકવાદીઓને તક મળી અને તેમણે પ્રવાસીઓને નિશાન બનાવ્યા.કાશ્મીર ખીણ અને જમ્મુ ક્ષેત્રમાં હાજર 90 ટકા આતંકવાદીઓ પાકિસ્તાનથી ઘૂસણખોરી કરી છે. સ્થાનિક આતંકવાદીઓ સંવેદનશીલ હોય છે, તેમની સંખ્યા ઘણી ઓછી હોય છે.