Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

JIO લાવશે વધુ એક ક્રાંતિ, હવે વીજળી માટે નહીં ચૂકવવું પડે બિલ

હવે સોલર પેનલનું દુનિયામાં મોટો બદલાવ વિશ્વભરમાં આવવા જઈ રહ્યો છે. વિશ્વભરમાં હવે સોલર ઉર્જાની મદદથી મફત વીજળી ઉપલબ્ધ કરાવવા અંગેના નવા નવા વિચારો શરૂ થઈ ગયા છે. આ બાબતમાં JIO પણ પાછળ નાથી. MOBILE & INTERNET સેવામાં પોતાનો સિક્કો...
01:11 PM Jul 27, 2024 IST | Harsh Bhatt

હવે સોલર પેનલનું દુનિયામાં મોટો બદલાવ વિશ્વભરમાં આવવા જઈ રહ્યો છે. વિશ્વભરમાં હવે સોલર ઉર્જાની મદદથી મફત વીજળી ઉપલબ્ધ કરાવવા અંગેના નવા નવા વિચારો શરૂ થઈ ગયા છે. આ બાબતમાં JIO પણ પાછળ નાથી. MOBILE & INTERNET સેવામાં પોતાનો સિક્કો જમાવ્યા બાદ હવે JIO પોતે સોલાર ઉર્જાના ક્ષેત્રમાં જંપલાવવા જઈ રહ્યું છે. મળતી માહિતીના અનુસાર, JIO થોડા જ સમયમાં સોલર પેનાલ લોન્ચ કરી શકે છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

JIO સોલર ઉર્જામાં પોતે નવી ક્રાંતિ લાવવા માટે જઈ રહી છે

વર્ષ 2016 માં JIO એ પોતાની સેવાઓ લોન્ચ કરી હતી, જે આખી INDUSTRY માં ક્રાંતિ લાવી હતી. હવે JIO સોલર ઉર્જામાં પોતે નવી ક્રાંતિ લાવવા માટે જઈ રહી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ટૂંક સમયમાં જિયો સોલર પેનલ લોન્ચ કરશે, જે એક તરફ પર્યાવરણ માટે ફાયદાકારક હશે, તો બીજી તરફ લોકોને મફત વીજળી આપશે, જેનાથી તેમના ખિસ્સા પર ઓછો બોજ પડશે. મુખ્ય બાબત એમ છે કે, JIO આ સોલર પેનલની કિંમત હાલના બજારના ભાવ કરતાં અડધી હશે. જેના કારણે વપરાશકર્તાઓને તેનો ખૂબ જ ફાયદો થવાનો છે.સમગ્ર પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય જ પર્યાવરણની સુરક્ષા અને લોકોને મફત વીજળી આપવાનો છે.

ગુજરાતના જામનગરમાં બનાવશે પ્લાન્ટ

JIO સોલર પેનલ માટે ગુજરાતના જામનગરમાં 20 ગીગાવોટ વીજ ક્ષમતા ધરાવતો સૌર ઉર્જા ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સોલર પ્રોજેક્ટ અનેક તબક્કામાં અમલમાં આવશે અને દરેક તબક્કામાં ઉત્પાદનમાં 5 ગીગાવોટનો વધારો થશે. ફેક્ટરી લગાવવાથી લોકોને રોજગાર તો મળશે જ પરંતુ ભારતની સૌર ઉર્જા ઉત્પાદન શક્તિ પણ વધશે. ઓગષ્ટ 2024 સુધીમાં ફેક્ટરીમાંથી ઉત્પાદન કાર્ય શરૂ થશે. આ ઉત્પાદન નોર્વેની પ્રખ્યાત રાસ સોલર કંપનીની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવશે, જેને રૂ. 5800 કરોડમાં ખરીદવામાં આવી છે.

50 વર્ષ સુધી આપશે ફ્રી વીજળી

જિયોના આ વિશેષ સોલર પેનલ અંગે વાત કરવામાં આવે તો તેની સૌથી ખાસ બાબત તેની આવરદા છે. આગળ આપણે જોયું તે રીતે JIO દ્વારા તૈયાર કરાયેલી સોલર પેનલ લગભગ 50 વર્ષ સુધી કામ કરવાની કાર્યક્ષમતા ધરાવતું હશે. વધુમાં તેમની કાર્યક્ષમતા લગભગ 26% હશે, જ્યારે અત્યાર સુધી બજારમાં ઉપલબ્ધ સોલાર પેનલ 20 થી 23 ટકા ઉત્પાદન કરવામાં સક્ષમ છે. નોંધનીય છે કે, JIO સોલર ઉર્જામાં પોતે નવી ક્રાંતિ લાવવા માટે સક્ષમ છે.

આ પણ વાંચો : વખુ એકવાર Elon Musk એ Meta ના માલિકને MMA Fight માટે આપ્યો પડકાર!

Tags :
JioJIO NEWJIO SOLARmukesh ambaniRelianceSOLAR PANELSOLAR PLATES
Next Article