Jharkhand CM: ઝારખંડના CM Hemant Soren ને ED નું આમંત્રણ
Jharkhand CM: દેશમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સંકાજાથી કોઈ બચી શક્યું નથી. દેશમાં કોઈ પણ વ્યક્તિ કાળા કામ કરતો હશે, તો... તેને અંદર ખાને ક્યાંક ED નામનો ડર સતાવતો હોય છે. કેન્દ્ર સ્તર પર ED એ ઘણા મોટા માથાઓનો શિકાર કર્યો છે.
ઝારખંડના CM Hemant Soren ને ED નું સમન્સ
ત્યારે ED એ ઝારખંડના CM Hemant Soren 8 મી વાર સમન્સ પાઠવ્યા છે. 13 જાન્યુઆરીના રોજ જારી કરાયેલા સમન્સમાં, હેમંત સોરેનને 16 થી 20 જાન્યુઆરીની વચ્ચે તેમના જવાબ સાથે ED ની રાંચી પ્રાદેશિક કચેરીમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
ઝારખંડના CM Hemant Soren એ ED ના સાત સમન્સની અવગણના કરી હતી. જમીન કૌભાંડ કેસમાં ED ઓગસ્ટ 2023 થી હેમંત સોરેનને સમન્સ મોકલી રહ્યું છે. સાતમા સમન્સમાં ED એ હેમંત સોરેનને પૂછપરછ માટે સ્થળ, સમય અને તારીખ જણાવવા કહ્યું હતું.
ED એ 3 દિવસની અંદર જવાબ માંગ્યો
December ના છેલ્લા સપ્તાહમાં મોકલવામાં આવેલા સમન્સમાં Jharkhand CM ને ત્રણ દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ, CM Hemant Soren એ સમયમર્યાદા પછી ED ને પોતાનો જવાબ મોકલ્યો હતો. જો કે, CM Hemant Soren ED ને શું જવાબ આપ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.
એક અહેવાલ અનુસાર, ED એ ઝારખંડના મુખ્યમંત્રીને ચેતવણી પણ આપી હતી કે જો આ વખતે પણ તેઓ તપાસ એજન્સીને સહકાર નહીં આપે તો તે PMLA ની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરશે.
CM Hemant Soren નું નિવેદન
જ્યારે સાતમા સમન્સના મોડા મોકલવામાં આવેલા જવાબમાં, ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના કાર્યકારી પ્રમુખે ED પર મીડિયા ટ્રાયલ ચલાવવાનો આરોપ મૂક્યો હતો. ED ની કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી અને હેમંત સોરેનને રાજકીય રીતે હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
અગાઉ, 12 ડિસેમ્બરે ED ને મોકલવામાં આવેલા પત્રમાં CM Hemant Soren એ કહ્યું હતું કે તેમની અને તેમના પરિવારની મિલકતો કાયદેસર ખરીદવામાં આવી હતી. આવકવેરામાં બધું જ જાહેર કરવામાં આવે છે. આવકવેરા વિભાગે તેમના દ્વારા દાખલ વિગતો સામે કોઈ વાંધો ઉઠાવ્યો નથી.
આ પણ વાંચો: Kharge On I.N.D.I.A.: વર્ચ્યુઅલ મીટિંગ બાદ Congress અધ્યક્ષનું સીટ શેરિંગ પર નિવેદન