Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જ્યંત ચૌધરીએ નરેન્દ્ર મોદીનો માન્યો આભાર, NDA માં સામેલ બાબતે કહ્યું કે..

NDA: કેન્દ્ર સરકાર દ્વારા ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તેવી જાહેરતા કરવામાં આવી છે. ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવા પર રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરીએ પોતાનું નિવેદન આપ્યું છે. જયંતે કહ્યું કે, ચૌધરી ચરણ સિંહને ભારત...
04:02 PM Feb 09, 2024 IST | VIMAL PRAJAPATI
NDA

NDA: કેન્દ્ર સરકાર દ્વારા ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તેવી જાહેરતા કરવામાં આવી છે. ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવા પર રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરીએ પોતાનું નિવેદન આપ્યું છે. જયંતે કહ્યું કે, ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોની વાત સાંભળી છે. ચરણ સિંહે પોતાનું સમગ્ર જીવન ખેડૂતો માટે ખર્ચ કરી નાખ્યું હતું એટલે તેમનું સન્માન કરીને સરકારે ભારતભરના ખેડૂતોનું સન્માન કર્યું છે..

જ્યંત ચૌધરીએ વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નિર્ણય તેમનું દિલ જીતી લીધું છે. તેમણે મારા પિતા સ્વર્ગીય અજિત સિંહનું સપનું સાકારા કરી નાખ્યું છે. જ્યંત સિંહે કહ્યું કે, દેશના લોકોને અવાજ માત્ર નરેન્દ્ર મોદી જ સાંભળે અને સમજે છે. તેમણે વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર અત્યારે ખેડૂતો માટે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, જયંત સિંહે મોદીના આ નિર્ણયને રાજકીય નહીં પરંતુ તેનાથી વિશેષ ગણાવ્યો છે. તેણે આ બાબતે નરેન્દ્ર મોદીના ભારે વખાણ પણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જે લોકો અત્યારે આ નિર્ણયને રાજનીતિ અને ચૂંટણી લક્ષી ગણાવે છે, તેમની જ્યંત સિંહે ભારે આલોચના કરી હતી. આ સાથે સાથે તેમને એનડીએમાં જવાનો સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો તે, હું કેવી રીતે ના પાડી શકું?

આરએલડી અત્યાર સુધી સમાજવાદી પાર્ટી સાથે ભારતના ગઠબંધનનો હિસ્સો હતો અને થોડા દિવસો પહેલા સપાના વડા સમાજવાદી પાર્ટીએ પણ આ ગઠબંધનની નવેસરથી જાહેરાત કરી હતી. આ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે આરએલડી લોકસભાની સાત બેઠકો પર ચૂંટણી લડશે. પરંતુ કદાચ જયંત ચૌધરીને આ સમાધાન પસંદ ન આવ્યું અને તેમણે મોદી સરકારના એક મંત્રી દ્વારા એનડીએમાં જોડાવાની વાત શરૂ કરી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: ચરણસિંહને ભારતરત્ન આપવા પાછળના રાજકીય સમીકરણો..

Tags :
Bharat Ratnabharat ratna awardsBharat Ratna Narasimha RaoJayant ChoudharyNarendra Modinarendra modi newsnational newsNDA
Next Article