Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Javed Ahmad Mattoo: દિલ્લી પોલીસે A++ કેડેગરીના આતંકવાદીની કરી ધરપકડ

Javed Ahmad Mattoo: હિઝબુલ મુજાહિદ્દીનનો વોન્ટેડ આતંકવાદી Javed Ahmad Mattoo દિલ્હીથી ઝડપાયો છે. તેની ધરપકડ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કરી છે. તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ હતું. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પણ મટ્ટુની શોધી રહી હતી. આતંકવાદી Javed Mattoo...
javed ahmad mattoo  દિલ્લી પોલીસે a   કેડેગરીના આતંકવાદીની કરી ધરપકડ
Advertisement

Javed Ahmad Mattoo: હિઝબુલ મુજાહિદ્દીનનો વોન્ટેડ આતંકવાદી Javed Ahmad Mattoo દિલ્હીથી ઝડપાયો છે. તેની ધરપકડ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કરી છે. તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ હતું. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પણ મટ્ટુની શોધી રહી હતી.

આતંકવાદી Javed Mattoo ની ધરપકડ એવા સમયે થઈ છે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં J&K માં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠક દરમિયાન અમિત શાહે J&K માં આતંકવાદ વિરોધી કામગીરીને મજબૂત કરવા અને આતંકવાદી ઈકો-સિસ્ટમને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા સૂચના આપી હતી.

Advertisement

Advertisement

કોણ છે Javed Mattoo ?

Javed  Mattoo પર J&K માં ઘણી આતંકી ગતિવિધિઓને અંજામ આપવાનો આરોપ છે. તે J&K ના સોપોરનો રહેવાસી છે. જાવેદ મટ્ટૂ 2009 માં hizbul mujahideen સાથે સંકળાયેલો હતો. તેનો સુરક્ષા એજન્સીઓએ ટોપ 10 આતંકવાદીની યાદીમાં સમાવેશ કર્યો હતો. મટ્ટુ ઘણા સમયથી ફરાર હતો અને લાંબા સમયથી Pakistan માં રહેતો હતો.

તે J&K માં 5 ગ્રેનેડ હુમલામાં પણ સામેલ હતો. આ ઉપરાંત તે અલગ-અલગ ઘટનાઓમાં 5 પોલીસકર્મીઓની હત્યા પણ કરી હતી. તે જમ્મુ અને કાશ્મીરનો A++ શ્રેણીનો આતંકવાદી છે.

Javed Ahmad Mattoo

Javed Ahmad Mattoo

A++ શ્રેણીના આતંકવાદીઓની યાદી

ભારતીય સેનાએ 2018 માં 21 દેશી અને વિદેશી આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી. આ આતંકીઓને અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. આ 21 આતંકવાદીઓમાં hizbul mujahideen ના કુલ 11 આતંકવાદીઓ સામેલ હતા. આ યાદીમાં કુલગામના અલ્તાફ અહેમદ ડાર, ઉમર ગનાની, ઝીનત-ઉલ-ઇસ્લામ, રિયાઝ અહેમદ નાયકુ, મુશ્તાક અહેમદ મીર, ઝાકિર મુસા અને જાવેદ મટ્ટૂને A++ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.

મોહમ્મદ અશરફ ખાન ઉર્ફે અશરફ મૌલવી, શકૂર અહેમદ ડાર, અબુ ઝરગામ, અબુ મુસ્લિમ અને મોહમ્મદ અબ્બાસ શેખને A+ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. બાકીના આતંકીઓને A અને B કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ED : ઝારખંડમાં સોરેન સરકારની વધી મુશ્કેલી, ED ની રેડમાં લાખોની રોકડ અને હથિયાર જપ્ત

Tags :
Advertisement

.

×