Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

janmashtmi 2023 : ભગવાન શ્રી કૃષ્ણના સ્વાગત માટે મથુરા- વૃંદાવનમાં ભક્તોનું આગમન

કૃષ્ણ ભગવાનના સ્વાગત માટે  મથુરા-વૃંદાવનમાં આજે ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ એટલે કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. કાન્હાનો જન્મ અહીંના મુખ્ય મંદિરોમાં 7 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ 12 વાગ્યે થશે. આ પ્રસંગે દરેક શેરી હરે કૃષ્ણ હરે કૃષ્ણથી...
janmashtmi 2023   ભગવાન શ્રી કૃષ્ણના સ્વાગત માટે મથુરા  વૃંદાવનમાં ભક્તોનું આગમન

કૃષ્ણ ભગવાનના સ્વાગત માટે  મથુરા-વૃંદાવનમાં આજે ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ એટલે કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. કાન્હાનો જન્મ અહીંના મુખ્ય મંદિરોમાં 7 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ 12 વાગ્યે થશે. આ પ્રસંગે દરેક શેરી હરે કૃષ્ણ હરે કૃષ્ણથી ગુંજી રહી છે. જન્મજયંતિના સાક્ષી બનવા દેશ-વિદેશમાંથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. લલ્લાના સ્વાગત માટે મથુરા-વૃંદાવનને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. મથુરાના શ્રી કૃષ્ણ જન્મસ્થાન મંદિરમાં મુખ્ય કાર્યક્રમો શરૂ થઈ ગયા છે.

Advertisement

મથુરામાં સજ્જડ બંદોબસ્ત

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર ભીડને નિયંત્રિત કરવા માટે ટ્રાફિક પોલીસે ડાયવર્ઝન પ્લાન લાગુ કરી દીધો છે. મથુરા-વૃંદાવનને 6 સેક્ટર અને 33 ઝોનમાં વિભાજિત કરતાં મેજિસ્ટ્રેટ તહેનાત કરાયા છે. સુરક્ષા માટે પોલીસ ઉપરાંત પીએસી, આરએએફના જવાનોને તહેનાત કરાયા છે.

Advertisement

Advertisement

વાહનવ્યવહારની કેવી છે વ્યવસ્થા?

શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર મુખ્ય આયોજન શરૂ થઈ ચૂક્યા છે. બીજી બાજુ મથુરા આવનાર એસી, સ્લીપર બસો, ટ્રેનોમાં રિઝર્વેશન ટિકિટો ઉપલબ્ધ નથી. રોડવેઝએ ભીડને ધ્યાનમાં રાખીને જુદા જુદા માર્ગો પર સંચાલિત આશરે 150 બસોના ફેરામાં વધારો કર્યો છે.

મથુરા-વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની રંગોળી જોવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધાર્યા છે. ભક્તો અહીં એક દિવસ અગાઉથી પહોંચી જતા હોય છે. રાત્રિના સમયે, મોટાભાગના ભક્તો મથુરા રેલ્વે સ્ટેશનની બહાર સૂતા જોવા મળ્યા હતા. સ્ટેશન, બસ સ્ટોપ સહિતના મંદિરો સામે રાતથી જ ભક્તોની ભારે ભીડ જામી છે.

આ  પણ  વાંચો -ASEAN-INDIA SUMMIT: જકાર્તામાં PM મોદીનું ભારતીયો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત

Tags :
Advertisement

.