Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

JAMMU&KASHMIR : ભારતીય સેના અને આતંકી વચ્ચે મૂઠભેડ, પાંચ જવાન ઘાયલ અને 1 શહીદ

જમ્મુ કાશ્મીરમાં (JAMMU&KASHMIR) અત્યારના સમયમાં આતંકી પ્રવુત્તિમાં વધારો જોવા મળ્યો છે. હવે વધુ એક વખત જમ્મુ કાશ્મીરમાંથી (JAMMU&KASHMIR) આતંકીઓ અને ભારતીય સેના વચ્ચે મૂઠભેડની ઘટના સામે આવી છે. જમ્મુ કાશ્મીરના ત્રેહગામ વિસ્તારમાં થયેલી આ મૂઠભેડમાં ચાર જવાનો ઘાયલ થયા હોવાનું...
jammu kashmir   ભારતીય સેના અને આતંકી વચ્ચે મૂઠભેડ  પાંચ જવાન ઘાયલ અને 1 શહીદ

જમ્મુ કાશ્મીરમાં (JAMMU&KASHMIR) અત્યારના સમયમાં આતંકી પ્રવુત્તિમાં વધારો જોવા મળ્યો છે. હવે વધુ એક વખત જમ્મુ કાશ્મીરમાંથી (JAMMU&KASHMIR) આતંકીઓ અને ભારતીય સેના વચ્ચે મૂઠભેડની ઘટના સામે આવી છે. જમ્મુ કાશ્મીરના ત્રેહગામ વિસ્તારમાં થયેલી આ મૂઠભેડમાં ચાર જવાનો ઘાયલ થયા હોવાનું કહેવાય છે અને એક જવાન શહીદ થયા છે. વધુમાં ભારતીય સેનાના જવાનોએ એક આતંકીને ઠાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, 27 જુલાઈની સવારે જમ્મુ-કાશ્મીરના (JAMMU&KASHMIR) કુપવાડાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીકના જંગલ વિસ્તારોમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

Advertisement

આતંકીઓએ BAT ઓપરેશન માટે LoC પર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો

ત્રેહગામ વિસ્તારમાં આતંકી સાથેની મૂઠભેડમાં કુલ ચાર જવાનો ઘાયલ થયા છે અને 1 જવાન શહીદ થયા હોવાનું સામે આવ્યું છે.આતંકી મૂઠભેડ વિશે અધિકારીઓએ જણાવ્યું હતું કે, "ભારતીય સેના દ્વારા કુપવાડા સેક્ટરના કુમકડી વિસ્તારમાં BAT ઓપરેશનને નિષ્ફળ બનાવ્યું હતું. પાકિસ્તાની SSG સહિત 3-4 આતંકીઓએ BAT ઓપરેશન માટે LoC પર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો."

Advertisement

JAMMU&KASHMIR માં આતંકી પ્રવૃત્તિઓનું પ્રમાણ ખૂબ જ વધ્યું

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં (JAMMU&KASHMIR) છેલ્લા કેટલાક સમયમાં આતંકી પ્રવૃત્તિઓનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. તાજેતરમાં જ આતંકવાદીઓએ યાત્રાળુઓની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 40 લોકો ઘાયલ થયા હતા. વધુમાં, ઓક્ટોબર 2021 માં પૂંચ અને રાજૌરીના જોડિયા સરહદી જિલ્લાઓમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ ફરી ઉભી થઈ. રિયાસી, કઠુઆ અને ડોડામાં પણ આતંકવાદી ઘટનાઓ વધી છે. 2021 થી જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી ઘટનાઓમાં 50 થી વધુ સુરક્ષા કર્મચારીઓ (મોટાભાગે આર્મીના) સહિત 70 થી વધુ લોકો માર્યા ગયા છે. હવે સરકાર અને ભારતીય સેના કાશ્મીરની આ પરિસ્થિતિઓને સુધારવા માટે કેવા પગલા લે છે તેનો જવાબ તો સમય જ આપશે.

આ પણ વાંચો : MUMBAI : ત્રણ માળની ઈમારત થઈ ધરાશાઈ, કાટમાળ નીચે ફસાયા રહેવાસીઓ

Advertisement

Tags :
Advertisement

.