ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

History Of Jalebi: ભારતમાં આવીને પ્રખ્યાત થઈ ‘જલેબી’, જાણો તેનો સંપૂર્ણ ઇતિહાસ અને મહત્વ

500 વર્ષથી ભારતમાં પ્રખ્યાત છે આ જલેબી મોગલ શાસન કાળ દરમિયાન જલેબી ‘ઝ્લેબિયા’ તરીકે ઓળખાતી ઝ્લેબિયાનો ‘ઝ’ અક્ષર ભારતીય ભાષામાં ‘જ’ થઈ ગયો History Of Jalebi: હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી વચ્ચે અત્યારે જલેબી ખુબ જ ટ્રેન્ડમાં આવી છે....
07:43 PM Oct 08, 2024 IST | VIMAL PRAJAPATI
History Of Jalebi
  1. 500 વર્ષથી ભારતમાં પ્રખ્યાત છે આ જલેબી
  2. મોગલ શાસન કાળ દરમિયાન જલેબી ‘ઝ્લેબિયા’ તરીકે ઓળખાતી
  3. ઝ્લેબિયાનો ‘ઝ’ અક્ષર ભારતીય ભાષામાં ‘જ’ થઈ ગયો

History Of Jalebi: હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી વચ્ચે અત્યારે જલેબી ખુબ જ ટ્રેન્ડમાં આવી છે. રાહુલ ગાંધી પણ જલેબી (Jalebi)ને લઈને ખુબ જ ટ્રોલ થયા છે. ત્યાંરે હવે પ્રશ્ન એ થાય છે કે, જલેબી (Jalebi) ભારતમાં ક્યારે આવી? કારણે કે, જલેબી એ ભારતીય પકવાન નથી. જેની સાથે બઉ લાંબો ઇતિહાસ જોડાયેલો છે. તો ચાલો જાણીએ આ જલેબીને સંપૂર્ણ ઇતિહાસ...

ક્યા દેશોમાં ખવરાય છે જલેબી

પર્શિયન ભાષામાં જલેબી માટે શબ્દ છે ‘ઝુલ્બીયા’. ઈજીપ્ત, લેબેનાન અને સિરિયામાં આને ‘ઝલાબીયા’ કહે છે. આ સાથે માલદીવ્સમાં આને જલેબીને ‘ઝીલેબી’ કહે છે. તો આપણાં પાડોશી દેશ નેપાળની વાત કરવામાં આવે તો, ત્યાં આને ‘જેરી’ કહે છે, જે જીંગરી અને મોગલ શાસક જાહાંગીર પરથી ઉતરી આવ્યો છે. એટલું જ નહીં પરંતુ મોરોક્કો, અલ્જીરિયા અને ટ્યુનિશિયામાં આને ‘ઝેલ્બીયા’ કે ‘ઝ્લાબીયા’ કહેવામાં આવે છે. ભારત સિવાય પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, ઇજીપ્ત, લેબેનાન, સિરિયા, મોરોક્કો, અલ્જીરિયા, ટ્યુનિશિયા અને ઝલાબીયામાં ખુબ ખવરાય છે. અફઘાનિસ્તાનમાં પણ લોકો જલેબી ખૂબ જ ખાય છે. જો કે, ત્યાના લોકો જલેબીને માછલી સાથે ખાય છે. શ્રીલંકાના લોકો પણ એક મીઠાઈ ખાય છે જેનું નામ 'પાની વાલાલુ' છે, મહત્વની વાત એ છે કે, જે દેખાવમાં બિલકુલ જલેબી જેવી છે.
જલેબી ઉત્સવોની મીઠાઈ તરીકે પણ ઓળખાય છે

આ પણ વાંચો: ગાંધીનગરમાં કમલમ્ ખાતે જીતનો ઉત્સાહ, ભાજપના આગેવાનોએ એકબીજાને જલેબી ખવડાવી મોં મીઠું કર્યું

ઈમરતી અને જલેબી આપણાં ભારત દેશ અને ભારતીય ઉપમહાદ્વીપના દેશમાં ખુબ જ પ્રખ્તાય મીઠાઈ છે. કોઈ પણ ખુશીનો પ્રસંગ હોય તો મીઠાઈ રૂપે જલેબી તો હોય છે. તેને બનાવવા માટે પહેલા તો સાકરની ચાસણી બનાવામાં આવે છે. પછી તેને ગરમ કરીને ખાઈ શકાય છે. નોંધનીય છે કે, ભારતની વાત કરવામાં આવે તો, ઉત્સવોની મીઠાઈ તરીકે ખાસ કરીને રાષ્ટ્રીય તહેવારો જેમ કે સ્વતંત્રતા દિવસ કે ગણતંત્ર દિવસે સરકારી કાર્યાલય અને સંરક્ષણ કે અન્ય કાર્યાલયમાં ખુબ જ ખવાય છે.

&

ભારતમાં ક્યારે આવી જલેબી?

જલેબીનો પહેલો ઉલ્લેખ લીપીબદ્ધ ઉલ્લેખ 13 મી સદીમાં મુહમ્મદ બીન હસન અલ્-બગદાદી દ્વારા રચિત રાંધણ પુસ્તકમાં મળી આવ્યો હતો. મહત્વની વાત એ પણ છે કે, યહુદી લોકો તે પહેલાં પણ આ વાનગી ખાતા હતાં. આ સાથે ઈરાનમાં જલેબીને ‘ઝ્લેબિયા’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં રમજાનના મહિનામાં ગરીબોને જલેબી દાનમાં આપવામાં આવે છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં AAP એ ખોલ્યું ખાતું, J&K બન્યું પાંચમું રાજ્ય જ્યા...

ઝ્લેબિયાનો ‘ઝ’ અક્ષર ભારતીય ભાષામાં ‘જ’ થઈ ગયો

નોંધનીય છે કે, જલેબી મોગલ શાસન કાળ દરમિયાન થયેલા સાંસ્કૃતિક આદાનમાં ભારત આવી હોવાનું માનવામાં આવે છે. પહેલા તે ઝ્લેબિયા તરીકે ઓળખાતી પછી ઝ્લેબિયાનો ‘ઝ’ અક્ષર ભારતીય ભાષામાં ‘જ’ થઈ ગયો. ભારતીય સાહિત્યમાં આનો સૌ પ્રથમ ઉલ્લેખ 1450 માં જીનસુરા રચિત જૈન રચના - પ્રિયમકર્ણર્પપકથા માં મળી આવે છે. આ પુસ્તકનો ઉલ્લેખ - સંદર્ભ ત્યાર બાદના રાંધણ પુસ્તકોમાં મળી આવે છે.

500 વર્ષોથી જલેબી ભારતીય ઉપમહાદ્વીપમાં અસ્તિત્વ ધરાવે

17 મી સદીના રઘઘુનાથ દ્વારા રચિત પાકશાસ્ત્ર પુસ્તક ભોજન-કુતુહલ માં પણ ઉપરના સંદર્ભનો ઉલ્લેખ છે. આની ઉપરથી એમ પાકી રીતે કહી શકાય કે ઓછામાં આછાં છેલ્લાં 500 વર્ષોથી જલેબી ભારતીય ઉપમહાદ્વીપમાં અસ્તિત્વ ધરાવે છે. અત્યારે ભારતમાં ખુબ જ ભારતમાં કોઈ રાષ્ટ્રીય ઉત્સવ હોય ત્યારે સરકારી કાર્યાલયોમાં જલેબી ખાવાની રિવાજ ખુબ છે.

આ પણ વાંચો: Haryana Result : રાજ્યમાં ભાજપની હેટ્રિક, એકવાર ફરી જુની ટ્રિક કામમાં આવી

Tags :
Famous SweetFamous Sweet JalebiGujarati NewsHistory Of JalebiJalebiMithai JalebiVimal Prajapati
Next Article