Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ITAT And Congress: આયકર વિભાગે કોંગ્રેસને આપ્યો ઝટકો, કોંગ્રેસ સરકારની અરજી કરી નામંજૂર

ITAT And Congress: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) પહેલા Congress ને વધુ એક ઝટકો લાગ્યો છે. કારણ કે, ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) એ અગાઉના IT Return માટે દંડને અલગ રાખવાની કોંગ્રેસ પાર્ટીની અપીલને ફગાવી દીધી છે. ત્યારે...
07:53 PM Mar 08, 2024 IST | Aviraj Bagda
The Income Tax Department gave a blow to the Congress, rejecting the application of the Congress government

ITAT And Congress: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) પહેલા Congress ને વધુ એક ઝટકો લાગ્યો છે. કારણ કે, ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) એ અગાઉના IT Return માટે દંડને અલગ રાખવાની કોંગ્રેસ પાર્ટીની અપીલને ફગાવી દીધી છે. ત્યારે કોંગ્રેસ કોષાધ્યક્ષ અજય માકને પાર્ટી વતી કહ્યું કે આ મામલે ટૂંક સમયમાં હાઈકોર્ટના દરવાજા ખખડાવશે.

તમને જણાવી દઈએ કે આવકવેરા વિભાગે Congress અને Youth Congress સાથે સંબંધિત 4 બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા. આવકવેરા વિભાગે Congress પાસે રૂ. 210 કરોડની રિકવરી માંગી છે, જેનો અર્થ છે કે Congress આ રકમ આવકવેરા વિભાગને દંડ તરીકે ચૂકવવી પડશે. ત્યારે આ મામલે ITAT માં અરજી કરવામાં આવી હતી. જે નામંજૂર થઈ ગઈ છે.

કોંગ્રેસના મુખ્ય વકીલનું નિવેદન

અજય માકને ITAT ના Congress ના ફંડને ફ્રીઝ કરવાના આદેશને લોકશાહી પર હુમલો ગણાવ્યો છે. તેમણે પૂછ્યું કે ITAT એ લોકસભાની ચૂંટણી પહેલા આવો આદેશ શા માટે આપ્યો છે. પહેલાં કેમ નહીં? ત્યારે Congress લીગલ સેલના પ્રમુખ વિવેક ટંખાએ જણાવ્યું હતું કે, "હું ITAT ના આદેશથી નિરાશ છું, જે તેના અગાઉના દાખલાઓને અનુકરણ કરતી નથી."

જ્યારે ITAT દ્વારા Congress ની અરજી નામંજૂર કરવામાં આવી હતી. ત્યારે Congress ના વકીલ વિવેક ટંખાએ ITAT ને તેમના નિર્ણયને 10 દિવસ માટે થોભવાનું કહ્યું હતું. જેથી તેઓ હાઈકોર્ટમાં અરજીને લઈને પડકાર આપી શકે.

આ પહેલા કોંગ્રેસ પાર્ટીએ BJP પર આવકવેરા વિભાગની કાર્યવાહી અંગે કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો. Congress એ સમગ્ર મામલાને 'રાજકીય પ્રેરિત' ગણાવ્યો હતો. કોંગ્રેસે ભાજપ સરકાર પર 'નાણાકીય આતંકવાદ' અને તેના પ્રાથમિક વિરોધને 'લકવા' કરવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ મૂક્યો હતો.

કોંગ્રેસ અગાઉ પણ આરોપ લગાવ્યા હતા

Congress એ અગાઉ આક્ષેપ કર્યો હતો કે આવકવેરા વિભાગે વિવિધ બેંકોમાંના તેના ખાતામાંથી "અલોકતાંત્રિક રીતે" રૂ. 65 કરોડ ઉપાડી લીધા હતા અને દાવો કર્યો હતો કે તેણે રૂ. 205 કરોડનું ભંડોળ સ્થિર કરી દીધું છે. કોંગ્રેસ વકીલે દાવો કર્યો હતો કે જો તપાસ એજન્સીઓની કાર્યવાહી અનિયંત્રિત રહેશે તો દેશમાં લોકશાહી ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે કોંગ્રેસને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે.

આ પણ વાંચો: Delhi News: રસ્તા પર નમાઝ અદા કરતા લોકોને મારી લાત, પોલીસકર્મીને પ્રશાસને કર્યો સસ્પેન્ડ

Tags :
Bankbank accountBank Account FreezeBJPCongressGujaratFirstHigh CourtIncome TaxITATITAT And CongressLok-Sabha-electionNational
Next Article