Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'ભારતમાં રહેવું હંમેશા અદ્ભુત હોય છે' દ્રિપક્ષીય બેઠકમાં બોલ્યા અમેરિકી વિદેશ મંત્રી

દિલ્હીમાં યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિન, યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની જે. બ્લિન્કન, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર 5મી ભારત-યુએસ 2+2 મંત્રી સ્તરીય બેઠકમાં હાજર રહ્યા છે. દિલ્હીમાં યોજાઇ રહેલી આ બેઠકમાં અમેરિકી વિદેશમંત્રીએ ભારતની પ્રશંસા...
 ભારતમાં રહેવું હંમેશા અદ્ભુત હોય છે  દ્રિપક્ષીય બેઠકમાં બોલ્યા અમેરિકી વિદેશ મંત્રી

દિલ્હીમાં યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિન, યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની જે. બ્લિન્કન, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર 5મી ભારત-યુએસ 2+2 મંત્રી સ્તરીય બેઠકમાં હાજર રહ્યા છે. દિલ્હીમાં યોજાઇ રહેલી આ બેઠકમાં અમેરિકી વિદેશમંત્રીએ ભારતની પ્રશંસા કરી હતી.

Advertisement

'ભારત હોવું હંમેશા અદ્ભૂત લાગે'
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની જે. બ્લિંકન પાંચમા ભારત-યુએસ 2+2 મંત્રી સ્તરીય સંવાદ માટે વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરને મળ્યા હતા. આ દરમિયાન બ્લિંકને કહ્યું કે ભારતમાં રહેવું હંમેશા અદ્ભુત હોય છે. આજે આપણી પાસે અત્યાર સુધીની સૌથી મજબૂત દ્વિપક્ષીય ભાગીદારી છે.

Advertisement

ભાગીદારીનુ યાદગાર એક વર્ષ
અમેરિકી વિદેશ મંત્રી એન્ટની જે. બ્લિંકને કહ્યું, 'ભારતમાં રહેવું હંમેશા અદ્ભુત હોય છે. અમે ભાગીદારીના નોંધપાત્ર વર્ષ પર નિર્માણ કરી રહ્યા છીએ. અમારી પાસે અત્યાર સુધીની સૌથી મજબૂત દ્વિપક્ષીય ભાગીદારી જ નથી, પરંતુ પ્રાદેશિક અને વૈશ્વિક ભાગીદારી પણ છે, જે આ વર્ષે G20 ભારતના નેતૃત્વ દ્વારા વધુ સાબિત થાય છે.

Advertisement

-20 સમિટ સફળ ગણાવી

વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે કહ્યું, સપ્ટેમ્બરમાં અમારી G-20 સમિટ ખૂબ જ સફળ રહી. વડા પ્રધાન મોદી વતી હું તમારો (યુએસ સરકાર અને રાષ્ટ્રપતિ બાઇડેન) આભાર માનવા માંગુ છું. કારણ કે મને લાગે છે કે અમેરિકાએ અમને મજબૂત સમર્થન આપ્યું છે. તેના વિના મને નથી લાગતુ કે અમે સર્વ સંમતિ અને પરિણામ પ્રાપ્ત કરી શક્યા હોત.

દિલ્હીમાં 2+2 મંત્રી સ્તરની વાતચીત

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બ્લિંકનની દિલ્હી મુલાકાત ખૂબ જ ખાસ છે કારણ કે આપણે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બાઇડેનની સપ્ટેમ્બરની મુલાકાતને ધ્યાનમાં રાખવાની જરૂર છે. આ 2+2 મંત્રી સ્તરીય સંવાદ છે, તેથી અમે જે કરી રહ્યા છીએ તેના વિશે વ્યાપક દ્રષ્ટિકોણ અપનાવીએ છીએ. કોડ સભ્યોના રૂપમાં હિંદ પ્રશાંત પર ચર્ચા કરીશું. અંતમાં અમે વૈશ્વિક ક્ષેત્રિય મુદ્દાઓ અને પશ્ચિમ એશિયા અને મધ્ય પૂર્વમાં શું થઇ રહ્યું છે તે પણ જોઇશું કારણકે અત્યારે ત્યાંની સ્થિતિ એ એક ચિંતાનો વિષય છે.

આ  પણ  વાંચો -દેશભરમાં આજે ધનતેરસની ઉજવણી, PM મોદીએ ટ્વીટ કરી આપી શુભેચ્છા

Tags :
Advertisement

.