ISRO નો ‘નોટી બોય’ હવે બની ગયો ‘અત્યંત આજ્ઞાકારી અને અનુશાસિત છોકરો’
Indian Space Research Organisation (ISRO) ના અધિકારીઓએ શનિવારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘નૉટી બોય’ તરીકે જાણીતું જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચચ વિકલ (GSLV) હવે એકદમ પરિપક્વ થઈને એક ‘અત્યંત આજ્ઞાકારી અને અનુશાસિત છોકરો’ બની ગયું છે. ઇસરોએ શનિવારે GSLV રોકેટ દ્વારા ત્રીજી પેઢીના એક હવામાન સંબંધિત સેટેક્ષ ‘ઇનસેટ-3ડીએસ’ ને સફળતાપૂર્વક પોતાની કક્ષામાં પ્રસ્થાપિત કર્યું છે.
અત્યાર સુધી રોકેટ અને સેટેટ્સનું ખૂબ જ સારું પ્રદર્શન
ઉલ્લેખયની છે કે, આ ઉપગ્રહનો ઉદ્દેશ્ય પૃથ્વીની સપાટી અને સમુદ્દનું અવલોક કરીને અધ્યયનને વધારે સચોટ બનાવવાનું છે.51.7 મીટર લંબાઈ ધરાવતા GSLV-F14 રોકેટ અહીંથી પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. મળતી વિગતો પ્રમાણે વાત કરીએ તો આ બાબતે ઈસરો પ્રમુખ એસ સોમનાથે જણાવ્યું કે, ‘પ્રદર્શનના કિસ્સામાં GSLV નું સારું નામ (‘નૉટી બૉય’) નથી, પરંતુ હવે તે ભૂતકાળની વાત છે. અત્યાર સુધી રોકેટ અને સેટેટ્સનું ખૂબ જ સારું પ્રદર્શન છે.’
🚀GSLV-F14/🛰️INSAT-3DS Mission:
The mission is set for lift-off on February 17, 2024, at 17:30 Hrs. IST from SDSC-SHAR, Sriharikota.
In its 16th flight, the GSLV aims to deploy INSAT-3DS, a meteorological and disaster warning satellite.
The mission is fully funded by the… pic.twitter.com/s4I6Z8S2Vw— ISRO (@isro) February 8, 2024
અત્યારે GSLV પણ ઈસરોનું મજબૂત યાન બની ગયુંઃ ઇસરો
આ મિશનના નિર્દેશક ટોમી જોસેફે કહ્યું કે, નૉટી બોય અત્યારે પરિપક્વ થઈને ખુબ જ આજ્ઞાકારી અને અનુશાસિત છોકરો બની ગયું છે. વધુમાં તેમણે કહ્યું કે, PSLV ની જેમ અત્યારે GSLV પણ ઈસરોનું મજબૂત યાન બની ગયું છે. ઈસરોએ કહ્યું કે, 2,274 કિલોગ્રાસનો વજન ધરાવતા ઉપગ્રહ ભારતીય સમુદ્ર હવામાન વિજ્ઞાન વિભાગ સહિત પૃથ્વી વિજ્ઞાનમ મંત્રાલય વિવિધ પ્રકારના વિભાગોને સેવા પ્રદાન કરશે. એક જાન્યુઆરી PSLV-C58/એક્સપોસેટ મિશનના સફલ પ્રક્ષેપણ પછી 2024 પછી ઇસરો માટે તે બીજું છે.
હવામાન ઉપગ્રહ INSAT-3DSને સફળતાપૂર્વક લોન્ચ
ઉલ્લેખનીય છે કે, કાલે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ આજે તેના હવામાન ઉપગ્રહ INSAT-3DSને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ લોન્ચિંગ જીએસએલવી એફ14ને રોકેટ દ્વારા કરવાનું આવ્યું હતું. ઈનસેટ-3ડીએસ સેટેલાઈટના લોન્ચિંગનો ઉદ્દેશ્ય હવામાન સંબંધિત અને પ્રાકૃતિક આપત્તિઓની સચોટ જાણકારી મેળવવાનો છે. લોન્ચિંગ કાલે એટલે કે 17 ફેબ્રુઆરી 2023 ની સાંજે 05:35 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી કરાયું હતું.