ISRO સેટેલાઈટ INSAT-3DS કર્યું લોન્ચ, હવામાનની આપશે સચોટ માહિતી
INSAT-3DS launch: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ આજે તેના હવામાન ઉપગ્રહ INSAT-3DSને સફળતાપૂર્વચ લોન્ચ કર્યું છે. આ લોન્ચિંગ જીએસએલવી એફ14ને રોકેટ દ્વારા કરાયું છે. ઈનસેટ-3ડીએસ સેટેલાઈટના લોન્ચિંગનો ઉદ્દેશ્ય હવામાન સંબંધિત અને પ્રાકૃતિક આપત્તિઓની સચોટ જાણકારી મેળવવાનો છે. લોન્ચિંગ આજે સાંજે 05:35 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી કરાયું હતું.
હવામાનની મળશે સચોટ જાણકારી
જીએસએલવી એફ14 હવામાન સેટેલાઇટ INSAT-3DSને પૃથ્વીની ભૂસ્થૈતિક કક્ષામાં સ્થાપિત કરશે. આ મિશનનું સંપૂર્ણ ફન્ડિંગ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કરાયું છે. આ લોન્ચિંગ અંતરિક્ષ જગતમાં ભારતના વધતા દબદબાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.
મિશનનો શું છે ઉદ્દેશ્ય?
INSAT-3DS સેટેલાઈટ દરિયાની સપાટીનું ઝીણવટપૂર્વક અભ્યાસ કરશે જેનાથી હવામાનની સચોટ જાણકારી મળી શકે અને સાથે જ પ્રાકૃતિક આપત્તિઓ વિશે પણ સચોટ અનુમાન લગાવી શકાય. જ્યારે પ્રાકૃતિક આપત્તિઓની અગાઉથી સચોટ માહિતી મળશે તો તેને રોકવા માટે પણ અસરદાર ઉપાયો કરવામાં મદદ મળશે. ભારતીય હવામાન એજન્સીઓ માટે આ હવામાન સેટેલાઈટ અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
updet ..
આ પણ વાંચો - BJP ના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન PM મોદીનું ‘ID Card’ થયું વાયરલ, જાણો શા માટે…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ