Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઇસરોની વધુ એક સિદ્ધિ, લોન્ચ કરશે INSAT-3DS સેટેલાઇટ્સ

INSAT-3DS: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) NSAT-3DS સેટેલાઈટ્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.આ સેટેલાઇટ્સને ‘જિયોસિંક્રોનસ લોન્ચ વ્હીકલ' (GSLV-F14) જેવા સૌથી એડવાન્સ રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. ઇસરોના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, આ સેટેલાઇટ્સને ફ્રેબ્રુઆરીના પહેલા અઠવાડિમાં લોન્ચ કરવામાં આવશે....
08:52 AM Jan 15, 2024 IST | VIMAL PRAJAPATI
INSAT-3DS

INSAT-3DS: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) NSAT-3DS સેટેલાઈટ્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.આ સેટેલાઇટ્સને ‘જિયોસિંક્રોનસ લોન્ચ વ્હીકલ' (GSLV-F14) જેવા સૌથી એડવાન્સ રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. ઇસરોના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, આ સેટેલાઇટ્સને ફ્રેબ્રુઆરીના પહેલા અઠવાડિમાં લોન્ચ કરવામાં આવશે. 2024ના પહેલા જ બે અઠવાડિયામાં ઇસરોએએક મિશનમાં સફળતા મેળવી લીધી હતી અને હવે બીજા મિશનની તૈયારી ચાલી રહી છે.

ઇસરોની સિદ્ધિમાં થશે વધારો

મીડિયા રિપોર્ટ પ્રમાણે, ઇસરોના અધિકારાઓએ કહ્યું કે, પહેલી સેટેલાઇટ્સ જાન્યુઆરીમાં લોન્ચ કરવાની હતી. પરંતુ હવે ફેબ્રુઆરીમાં લોન્ચ કરે તેવી સંભાવના છે. જોકે, તેમણે એ પણ જણાવ્યું કે સેટેલાઇટને લોન્ચ વ્હીકલ સાથે જોડવામાં આવી રહ્યો છે અને તેથી એજન્સી હવે પ્રક્ષેપણની અંતિમ તારીખની રાહ જોઈ રહી છે. પોતાની ઓળખ બતાવવાના પાડી પરંતુ તેમણે કહ્યું કે, ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં લોન્ચ થવાની સંભાવના છે.

સેટેલાઇટ્સ લોન્ચ કરવાનું કારણ

વાસ્તવિકતા એવી છે કે, ભારતમાં અલગ અલગ ભાગોમાં વાતાવરણ બદલાતું રહે છે. ભારતની અમુક જગ્યાએ વરસાદ થતો હોય છે તો અમુક જગ્યાઓ પર ભારે ગરમી પડતી હોય છે. બંગાળની ખાડી અને અરબ સાગારમાં ઘણી વખત ચક્રવાતી તુફાનો આવતા રહે છે. જળવાયુ પરિવર્તન પણ એક મોટી સમસ્ચા છે જેની સામે ભારતે ઘણી મુશ્કેલીઓ સહેવી પડે છે. આવી સ્થિતિમાં મોસમની જાણકારી રાખવા માટે સ્પેસમાં સેટેલાઈટ્સ હોવી જરૂરી છે. જેના દ્વારા નાના નાના બદલાવોની પર નજર રાખી શકાય.

આ પણ વાંચો: અંતિમ સંસ્કાર પછી મૃત વ્યક્તિ થયો જીવીત, કહ્યું, 'હું હજી જીવતો છું'

હવે હવામાન પર રખાશે નજર

આ શ્રેણીમાં ભારતીય હવામાન વિભાગ (IMD) બદલાતા હવામાન પર નજર રાખવા માટે 'ક્લાઈમેટ ઓબ્ઝર્વેટરી સેટેલાઈટ્સ'ને અવકાશમાં મોકલવા માંગે છે. INSAT-3DS મિશન હેઠળ હવામાન પર નજર રાખવા માટે ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે. આ મિશન આબોહવા સેવાઓ સુધારવા માટે ISRO અને IMD વચ્ચેના સહયોગના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યું છે. પૃથ્વીની બદલાતી આબોહવા પર નજર રાખવા માટે INSAT-3D અને INSAT-3DR પહેલેથી જ અવકાશમાં છે.

ભારત સ્પેસમાં મુકશે નવી સેટેલાઈટ્સ

અહીં નોંધનીય બાબત એ છે કે લગભગ આઠ મહિનામાં આ GSLVનું પ્રથમ લોન્ચિંગ હશે. આ રોકેટ મહત્તમ ક્ષમતા ધરાવે છે અને ત્રણેય તબક્કાઓ માટે 'ક્રાયોજેનિક લિક્વિડ પ્રોપેલન્ટ્સ'નો ઉપયોગ કરે છે. આ પ્રવાહી બળતણનો ઉપયોગ કરવો થોડો જટિલ છે, પરંતુ તે વધુ લિફ્ટ-ઓફ પાવર આપે છે. ભારતનું બીજું રોકેટ PSLV છે, જેમાં ઘન ઇંધણનો ઉપયોગ કરવામાં આવે છે.

Tags :
ISROISRO AchievementISRO Launchnational news
Next Article