Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

indresh Kumar : મુસ્લમાનોને RSS ના નેતાની અપીલ, કહ્યું- પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કરો 'રામ' નામનો જાપ..!

indresh Kumar : અયોધ્યા (Ayodhy) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા સંઘ તરફથી એક મોટી અપીલ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઇંદ્રેશ કુમારે ( indresh Kumar )અપીલ કરી છે કે તેઓ રામ મંદિરની પ્રતિષ્ઠા સમારોહનો...
01:14 PM Jan 01, 2024 IST | Hiren Dave
Ram Mandir Inauguration

indresh Kumar : અયોધ્યા (Ayodhy) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા સંઘ તરફથી એક મોટી અપીલ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઇંદ્રેશ કુમારે ( indresh Kumar )અપીલ કરી છે કે તેઓ રામ મંદિરની પ્રતિષ્ઠા સમારોહનો દિવસ મસ્જિદ, દરગાહ અને મદરસોંથી 'શ્રી રામ, જય રામ, જય જય રામ' જાપ કરે..

 

 

’મસ્જિદોમાં 11 વાર શ્રી રામ જયરામ જય જયરામના જાપ કરો’

indresh Kumar RSSના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય પણ છે. શનિવારે, તેમણે પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સમય દરમિયાન,તેમણે ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ ધર્મ સહિત અન્ય ધર્મોને અનુસરતા લોકોને પોતપોતાના ધાર્મિક સ્થળોએ પ્રાર્થના કરવા અને અયોધ્યા (Ayodhy) ના અભિષેક સમારોહમાં ભાગ લેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે અમારા સપના સમાન છે. અમારે વિદેશીઓ સાથે કોઈ લેવાદેવા નથી. હું મુસ્લિમ સમુદાયને અપીલ કરું છું કે તમારી પૂજા પદ્ધતિનું પાલન કરતી વખતે તમે ફક્ત 11 વાર શ્રી રામ, જય રામ, જય જય રામનો જપ કરો.

અન્ય ધર્મના ધાર્મિક સ્થાનો પર રામ નામની પ્રાર્થના કરોઃ Indresh kumara

indresh Kumar કહ્યું કે હું ગુરુદ્વારા અને ચર્ચ સહિત અન્ય ધાર્મિક સ્થળોને અપીલ કરું છું કે તેઓ 22 જાન્યુઆરીના રોજ સવારે 11 થી 2 વાગ્યાની વચ્ચે પોતપોતાના ધર્મસ્થાનોને શણગારે અને ટીવી પર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ જુએ. ભારત અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતા માટે પ્રાર્થના કરે. બધા બિન-હિંદુઓએ પણ સાંજે તેમના ઘરોમાં દીવા પ્રગટાવવા જોઈએ.

 

પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કરી આ વાત

મહત્વનું છે કે આવતા મહિને 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ છે.ત્યારે ‘રામ મંદિર, રાષ્ટ્ર મંદિર-એ કોમન હેરિટેજ’ નામના પુસ્તકના વિમોચન દરમિયાન ઇન્દ્રેશ કુમારે (indresh Kumar) આ વાત કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે ભારતમાં રહેતા લગભગ 99 ટકા મુસ્લિમો અને બિન-હિંદુઓ આ દેશના છે.

 

આ પણ વાંચો -VHP ચીફનો દાવોઃ તેમણે પોતે જઈને ખડગેને આમંત્રણ આપ્યું છે

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ.

Tags :
Delhi NewsIndresh Kumarjai shri ramMuslims
Next Article