Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

INDORE માં બ્રા પહેરીને ફરતી યુવતી બની વિવાદનું કારણ, મંત્રીએ પણ વીડિયો જોઇને કહ્યું...

Indore Viral Video: મધ્યપ્રદેશની રાજધાની ઇંદોરમાં એક યુવતી વીડિયો બનાવવા માટે શહેરના પોશ વિસ્તારમાં બ્રા પહેરીને ફરી રહી હતી. તેના આ વીડિયોના કારણે હડકંપ મચી ગયો છે. કૈલાશ વિજયવર્ગીયને જ્યારે આ વીડિયો અંગે માહિતી મળી તો તેઓ તમતમી ગયા હતા....
indore માં બ્રા પહેરીને ફરતી યુવતી બની વિવાદનું કારણ  મંત્રીએ પણ વીડિયો જોઇને કહ્યું

Indore Viral Video: મધ્યપ્રદેશની રાજધાની ઇંદોરમાં એક યુવતી વીડિયો બનાવવા માટે શહેરના પોશ વિસ્તારમાં બ્રા પહેરીને ફરી રહી હતી. તેના આ વીડિયોના કારણે હડકંપ મચી ગયો છે. કૈલાશ વિજયવર્ગીયને જ્યારે આ વીડિયો અંગે માહિતી મળી તો તેઓ તમતમી ગયા હતા.

Advertisement

આ પણ વાંચો : Pm Giorgia Meloni અને એલોન મસ્ક શું ડેટ કરી રહ્યા? જુઓ વીડિયો...

Indore શહેરમાં બ્રા પહેરીને ફરી રહેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સરનો વીડિયો વાયરલ થયા બાદ હડકંપ મચેલો છે. આ વીડિયો અંગે પ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજય વર્ગીયનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સમાજમાં આવા લોકોનો બહિષ્કાર કરવો જોઇએ. બીજી તરફ યુવતીને પણ પોતાની ભુલનો અહેસાસ થયો હતો.

Advertisement

આ પણ વાંચો : Gujarat Forecast: 3 કલાક સુધી આકાશી ખતરો, ભારે વરસાદની આગાહી

મિની મુંબઇમાં બ્રાધારી યુવતીનો આતંક

અત્રે ઉલ્લેખનીય છે કે, મિની મુંબઇ નામે ઓળખાતા શહેર INDORE નો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જ્યાં યુવતી શુટ કરવા માટે શહેરના પોશ વિસ્તારમાં બ્રા પહેરીને ફરી રહી છે. તેનો આ વીડિયો હાલ તો ચર્ચાનો વિષય બનેલો છે. લોકો તેના સંસ્કારથી માંડીને ફ્રીડમ જેવા મુદ્દાઓ પર વાદ વિવાદ કરી રહ્યા છે. આ તમામ વચ્ચે રાજ્યના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયે પણ આ વીડિયો અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Advertisement

આ પણ વાંચો : રૂપિયા 1,00,000 ની લાંચ લેતા ઝડપાયો PSI , Surat ACB એ ગોઠવ્યું હતું છટકું

આવા વિકૃત લોકોનો સામાજિક બહિષ્કાર જરૂરી

વિજયવર્ગીયનું કહેવું છે કે, આ મામલો મારા ધ્યાને આવ્યો છે. જેની વિરુદ્ધ મહિલા સંગઠન પોલીસ કમિશ્નરને અરજી પણ કરી ચુક્યું છે. ઇંદોર સાંસ્કૃતિક વારસો ધરાવતું શહેર છે. જેમાં કોઇ પણ પ્રકારની અભદ્રતા સાખી શકાય નહીં. તેમણે કહ્યું કે, આપણો દેશ જરૂર એક સ્વતંત્ર દેશ છે. જેમાં તમામ પ્રકારની રહેણી કરણી, ભોજનની છુટ છે. જો કે આ મુળભુત સિદ્ધાંતોનો દુરુપયોગ છે. માટે આ યુવતી વિરુદ્ધ કાર્યવાહી તો થવી જ જોઇએ સાથે લોકોએ આવા લોકોનો બહિષ્કાર પણ કરવો જોઇએ.

આ પણ વાંચો : રણવીર અલ્લાહબાદિયાની YouTube ચેનલ હેક, તમામ વીડિયો Delete

પોલીસે શું કહ્યું?

બીજી તરફ ઇંદોર પોલસનું કહેવું છે કે, કેટલાક હિંદુ સંગઠનો દ્વારા યુવતીના અશ્લીલ વીડિયોની ફરિયાદ કરી છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આ યુવતી અંગે પણ માહિતી મેળવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Defamation Case : સંજય રાઉતને 15 દિવસની જેલની સજા

યુવતીએ વીડિયો બનાવી પોતાનું એડ્રેસ જણાવ્યું

લોકોની કોમેન્ટ આવવા લાગતા યુવતીએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. જેમાં તે કહી રહી છે કે, હું સ્વિકારુ છું કે, કપડા નોર્મલ નહોતા. પરંતુ આવા કપડા અનેક યુવતીઓ પહેરે છે. મે કંઇ એક્સ્ટ્રા નથી કર્યું. મે કોઇ બદઇરાદાથી વિડીયો અપલોડ નથી કર્યો. મને લાગે છે કે 100-200 ચેનલોમાં હું આવીશ. એક અઠવાડીયા સુધી હું આવીશ. આ પ્રકારે હું ટ્રેંડિંગમાં રહીશ. મને તેનાથી કોઇ જ વાંધો નથી. જેણે પણ મારા વિરુદ્ધ ફરિયાદ કરી છે તે પોલીસને મારુ એડ્રેસ પણ આપી શકે છે. મને આવીને જે પણ વ્યક્તિ ઇચ્છે મળી શકે છે.

આ પણ વાંચો : લો બોલો! પાંદડા ખાવાના ગુનામાં ભેંસોની કરાઈ ધરપકડ

વિવાદ વકરતા માંગી માફી

જો કે વિવાદ વધતા યુવતીએ બીજો એક વીડિયો બનાવીને માફી પણ માંગી લીધી હતી. તેણે વીડિયોમાં કહ્યું કે, તે પોતાની ભુલનો સ્વિકાર કરે છે. ભવિષ્યમાં આવુ ફરી નહીં કરે. યુવતીએ કહ્યું કે, તેનો ઇરાદો કોઇની ભાવનાને નુકસાન પહોંચાડવાનો નહોતો. તેણે આત્મહત્યાની ધમકી પણ ઉચ્ચારી હતી.

Tags :
Advertisement

.