Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Indian Passport: વિશ્વના 62 દેશમાં જવા માટે નહીં જોઈએ વિઝા, પાસપોર્ટની વધી તાકાત

Indian Passport: ભારતના પાસપોર્ટની તાકાત દુનિયામાં ઝડપી વધી રહી છે. હમણાં જ જાહેર થયેલ નવી રેન્કિંગ પ્રમાણે ભારતનો પાસપોર્ટ દુનિયામાં 80માં સ્થાને આવી ગયો છે. એટલું નહીં પરંતુ Indian Passportની તાકાત એવી છે કે, 62 જેટલા દેશોમાં ભારતીય વિઝા વગર...
indian passport  વિશ્વના 62 દેશમાં જવા માટે નહીં જોઈએ વિઝા  પાસપોર્ટની વધી તાકાત

Indian Passport: ભારતના પાસપોર્ટની તાકાત દુનિયામાં ઝડપી વધી રહી છે. હમણાં જ જાહેર થયેલ નવી રેન્કિંગ પ્રમાણે ભારતનો પાસપોર્ટ દુનિયામાં 80માં સ્થાને આવી ગયો છે. એટલું નહીં પરંતુ Indian Passportની તાકાત એવી છે કે, 62 જેટલા દેશોમાં ભારતીય વિઝા વગર જઈ શકશે. હેનલ પાસપોર્ટ ઇન્ડેક્સ પ્રમાણે પાકિસ્તાનની હાલત કફોડી બની ગઈ છે. કારણ કે, તેનો પાસપોર્ટ નીચેથી ચોથી સ્થાને આવે છે. ત્યાં ભારતીય નામી દેશોમાં તો વિઝા વગર જઈ શકશે. દુનિયાના 6 દેશો એવા છે જેના પાસપોર્ટ ધારકો 192 દેશોમાં વિઝા વગર જઈ શકે છે.

Advertisement

ખરાબ રેન્કિંગમાં નેપાળ મોખરે

અફઘાનિસ્તાનનો પાસપોર્ટ સૌથી નીચે આવે છે. જ્યાંના નાગરિકો માત્ર 28 દેશોમાં જ વિઝા વગર જઈ શકે છે. તે સિવાય વાત કરવામાં આવે તો સીરિયાના લોકો 29 અને ઇરાકના લોકો 31 દેશોમાં જઈ શકે છે. ત્યાં નીચેથી ચોથા નંબરે આવતા પાકિસ્તાનના લોકો 34 દેશોમાં વિઝા વગર પ્રવેશ મેળવી શકે છે. દુનિયામાં સૌથી વધારે ખરાબ રેન્કિંગ વાળા દેશોમાં નેપાળ, ફિલિસ્તાન, સોમાલિયા, યમન, ઈરાક, સીરિયા, અફઘાનિસ્થાન, પાકિસ્તાન અને લીબિયા સામેલ છે.

આ પણ વાંચો: જાણો, LAKSHADWEEP પ્રવાસ કરતા પહેલા આ કરવું જરૂરી

Advertisement

આવો જાણીએ કે, ભારતીયો કયા દેશોમાં વિઝા વિના જઈ શકે છે...
  1. અંગોલા
  2. બારબાડોસ
  3. ભૂટાન
  4. બોલિવિયા
  5. બ્રિટિસ વર્જિન આઇલેન્ડ
  6. બુરુંડી
  7. કમ્બોડિયા
  8. કેપ વર્ડે આઇલેન્ડ
  9. કોમોરો આઇલેન્ડ
  10. કુક આઇલેન્ડ
  11. જિબુતી
  12. ડોમિનિકા
  13. અલ સલ્વાડોર
  14. ઇથિયોપિયા
  15. ફિજી
  16. ગૈબન
  17. ગ્રેનાડા
  18. ગુએના બિસાઉ
  19. હૈતિ
  20. ઇન્ડોનેશિયા
  21. ઇરાન
  22. જમૈકા
  23. જોર્ડન
  24. કજાખસ્તાન
  25. કૈન્યા
  26. કિરિબાતી
  27. લાઓસ
  28. મકાઓ
  29. મૈડાગાસ્કર
  30. મલેશિયા
  31. માલદિવ
  32. માર્શલ આઇલેન્ડ
  33. મોરિટૈનિયા
  34. મોરિશિસ
  35. માઇક્રોશિયા
  36. મોન્ટેસેરાટ
  37. મોજામ્બિક
  38. મ્યાનમાર
  39. નેપાળ
  40. નિઉએ
  41. ઓમાન
  42. પાલાઉ આઇલેન્ડ
  43. કતાર
  44. રવાંડા
  45. સામોઆ
  46. સેનેગલ
  47. સેશેલ્સ
  48. સિએરા લિયોન
  49. સોમાલિયા
  50. શ્રીલંકા
  51. સૈંટ કિટ્સ એન્ડ નેવિસ
  52. સૈટ લૂસિસા
  53. સૈંટ વિંસેટ
  54. તંજાનિયા
  55. થાઈલેન્ડ
  56. તિમોર
  57. ટોગો
  58. ત્રિનિદાદ એન્ડ ટોબેગો
  59. ટ્યિનીળિયા
  60. તુવાલુ
  61. વનુઆતુ
  62. જિમ્બાવે
  63. ગ્રેનાડા

દુનિયા કે કુલ છ દેશો એવા છે કે, જ્યાના લોકો વિશ્વના 194 દેશોમાં વિઝા વગર જઈ શક છે. આ દેશોમાં ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, સિંગાપુર અને સ્પેન સામેલ છે. આ દેશોમાં બીજા નંબરે ફિનલેન્ડ, સાઉથ કોરિયા અને સ્વીડન આવે છે. ત્યાં ત્રાજી સ્થાન પર ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, આયરલેન્ડ, નેધરલેન્ડ આવે છે. આમાં બેલ્જિયમ, લગ્જમબર્ગ, નોર્વે, પુર્તગાલ અને યુનાઇટેડ કિંગ્ડમ ચોથા સ્થાને આવે છે. આ દેશોના નાગરિકો વિશ્વના કુલ 191 દેશોમાં પ્રવાસ કરી શકે છે.

Advertisement
Tags :
Advertisement

.