Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Indian Suicide Drone: ભારતીય સેનાને મળ્યું Suicide drone, દુશ્મનો માટે સાયલન્ટ કિલર

Indian Suicide Drone: ભારતીય સેનાને તેનું પ્રથમ સ્વદેશી મેન-પોર્ટેબલ Suicide drone મળ્યું છે. આ drone થી ભારતીય સૈનિકો પોતાનો જીવ જોખમમાં મૂક્યા વિના દુશ્મનને નિશાન બનાવી શકશે. આ drone દુશ્મનના ટ્રેનિંગ કેમ્પ, લોન્ચ પેડ્સ અને ઘૂસણખોરોને ચોક્કસ રીતે નિશાન બનાવવા...
09:09 PM Jun 14, 2024 IST | Aviraj Bagda
Army gets Nagastra-1, India's first indigenous suicide drone

Indian Suicide Drone: ભારતીય સેનાને તેનું પ્રથમ સ્વદેશી મેન-પોર્ટેબલ Suicide drone મળ્યું છે. આ drone થી ભારતીય સૈનિકો પોતાનો જીવ જોખમમાં મૂક્યા વિના દુશ્મનને નિશાન બનાવી શકશે. આ drone દુશ્મનના ટ્રેનિંગ કેમ્પ, લોન્ચ પેડ્સ અને ઘૂસણખોરોને ચોક્કસ રીતે નિશાન બનાવવા માટે બનાવવામાં આવ્યું છે.

આ નાગાસ્ત્ર 1 લોઇટરિંગ મ્યુનિશનની પ્રથમ બેચ, જેને Suicide drone તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય સેનાએ ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ પાવરનો ઉપયોગ કરીને droneનો ઓર્ડર આપ્યો હતો. આ Suicide drone બંને પાડોશી દેશ પાકિસ્તાન અને ચીનની સરહદો પર દેખરેખ દરમિયાન તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે મંગાવવામાં આવ્યા છે. જો આ drone ની ખાસિયતો પર નજર કરીએ તો તે ઊંચાઈવાળા વિસ્તારોમાં કામ કરી શકે છે.

drone માં ઓછો અવાજ અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન છે

ઇકોનોમિક એક્સપ્લોસિવ્સ લિમિટેડ (EEL) દ્વારા ભારતમાં સંપૂર્ણ રીતે ડિઝાઇન કરાયેલ આ drone નિશાનાને સરળતાથી ભેદી શકે છે. જીપીએસ ટેક્નોલોજીથી સજ્જ આ drone 2 મીટરની ચોકસાઈ સાથે લગભગ 30 કિમીની રેન્જમાં લક્ષ્યને માત આપી શકે છે. drone માં ઓછો અવાજ અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન છે જે તેને સાયલન્ટ કિલર બનાવે છે. આ drone ની બીજી વિશેષ વિશેષતા એ પેરાશૂટ રિકવરી મિકેનિઝમ છે.

દુશ્મનના પ્રદેશમાં ઊંડાણપૂર્વક કાર્ય કરી શકે છે

આ ખાસ drone કરીને યુક્રેન-રશિયા યુદ્ધ અને આર્મેનિયા-અઝરબૈજાન વચ્ચેના યુદ્ધમાં જોવા મળ્યું હતું. ભારતીય સશસ્ત્ર દળ છેલ્લા બે વર્ષથી સ્ટેન્ડઓફ હથિયારોમાં રોકાણ કરી રહી છે. આમાંના કેટલાક દુશ્મનના પ્રદેશમાં ઊંડાણપૂર્વક કાર્ય કરી શકે છે. અમારું સંપૂર્ણ ધ્યાન ઘરેલું ઉદ્યોગમાંથી આવી બધી સિસ્ટમ ખરીદવા અને તમામ પ્રકારની આયાતને ટાળવા પર છે.

આ પણ વાંચો: અરુંધતિ રોય વિરુદ્ધ UAPA હેઠળ દાખલ કરવામાં આવશે કેસ, દિલ્હી LGએ આપી મંજૂરી

Tags :
droneEELIndian Suicide DroneSuicide drone
Next Article